જામનગર શહેરના ડીએસપી બંગલા સામે પોલીસે તસ્કરને રૂા.1 લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ડિએસપી બંગલા સામે આવેલા પેનોરોમા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાંથી ડાયાબીટીસ તપાસવાની સ્ટ્રીપનું પાર્સલ ચોરી થયાની ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં આ સ્ટ્રીપની ચોરી કરનાર તસ્કર ગીતા લોજ પાસેથી પસાર થવાની હેકો.રાજેશ વેગડ, રવિરાજસિંહ જાડેજા તથા પોકો.યૂવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતાં કાના દેવસી ગોજીયા નામના શખ્સને રૂા.1,07,520ની કિંમતની ડાયાબીટીસ તપાસ કરવાની સ્ટ્રીપની 200 ડબ્બી સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.