કેન્દ્ર સરકારે ઓનલાઈન ક્નટેન્ટ પર સખ્તાઈ વધારી દીધી છે. જે અંતર્ગત માહિતી ટેકનોલોજી અધિનિયમ (આઈટી એકટ) 2000 માં સંશોધન કરીને ઈન્ટર મીડિયરી ગાઈડ લાઈન્સ અને ડિજીટલ મીડિયા એથિકસ કોડ 2021 માં મોટા ફેરફારની જાહેરાત કરી છે. જે અંતર્ગત ગેરકાનુની કે વાંધાજનક અને પ્રતિબંધીત ક્નટેન્ટને 36 કલાકમાં હટાવવી ફરજીયાત થશે.
આ નવી અધિસુચના મુજબ આ સંશોધન 15 નવેમ્બર 2025 થી અમલમાં આવશે. સરકારે આ પગલુ દેશની સંપ્રભુતા અખંડતા,રાજયની સુરક્ષા, જાહેર વ્યવસ્થા સાથે સંકળાયેલા ઓનલાઈન ક્નટેન્ટ પર નિયંત્રણને વધુ સખ્ત કરવાના ઉદેશથી ઉઠાવ્યુ છે.સરકાર નવા નિયમો અંતર્ગત અનેક પ્લેટફોર્મ પર યુઝર એકાઉન્ટને સસ્પેન્ડ કરી શકે છે. આ વાસ્તવિક સ્થિતિ બે જ સ્થિતિમાં માન્ય રહેશે.પહેલી કોઈ સક્ષમ ન્યાયાલયનાં આદેશથી અને બીજી સરકાર કે તેની કોઈ અધિકૃત એજન્સીનાં કોઈ વરિષ્ઠ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલ. કેન્દ્રે સ્પષ્ટ કર્યું છે કે બધી લેખિત સુચનાઓની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. જેથી નિશ્ચિત કરવામાં આવશે કે બધા આદેશ જરૂરી, સંતુલિત અને કાયદાની ભાવનાને અનુરૂપ છે. કેન્દ્ર સરકારે ગુરૂવારે સ્પષ્ટ કર્યું હતું કે કૃત્રિમ બુધ્ધિ-એઆઈથી બનાવવામાં આવેલ કે સંશોધીત સામગ્રી પર સ્પષ્ટ લેબલ લગાવવુ અનિવાર્ય કરવાની પાછળનો ઉદેશ ઓનલાઈન સામગ્રીને નિયંત્રીત કરવાનો નથી. ઈલેકટ્રોનિકસ સચીવ એસ.કૃષ્ણને એઆઈ નિર્મિત સામગ્રી પર પોતાના મંત્રાલય તરફથી જાહેર પ્રસ્તાવોનાં મુસદા (ડ્રાફટ) ના બારામાં આ વાત કહી હતી.


