જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં નવો હુડકો પાસેના કવાર્ટરમાં બહારથી મહિલાઓ બોલાવી વાહનમાં કુટણખાણુ ચલાવતા શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન પોલીસના ખોટા બોર્ડ રાખેલા 15.54 લાખના વાહનો સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતનગર નવો હુડકો પ્રણામી સ્કૂલ પાછળ બ્લોક નંબર સી-9 મકાન નંબર 1925 માં રહેતા અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા નામના શખ્સ દ્વારા બહારથી મહિલાઓને વધુ પૈસાની લાલત આપી બોલાવી શખ્સ રાજ્ય સેવકનો હોદો ધરાવતો ન હોવા છતાં તેની XUV-500-W8’ની જીજે-10-બીઆર-2999 નંબરની કારમાં ‘POLICE’, ‘POLICE INSPECTOR’ ના હોદ્દાવાળા ખોટા બોર્ડ રાખી પુરૂષોને મહિલાઓ સાથે સંભોગ કરાવી વાહનોને વેશ્યાગૃહ બનાવી કુટણખાણુ ચલાવતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન અશોકસિંહની રૂા.15,54,620 ની કિંમતના બે વાહનો સાથે ઝડપી લઇ વેશ્યાગીરીનો ધંધો કરાવી કમિશન તરીકે પૈસા લેતા શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ કુટણખાણામાં દિલીપ દ્વારકાવાળાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


