બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરે મહિલા દિન નિમિતે પોતાના બીજા દીકરાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેની માત્ર એક ઝલક જોવા મળી રહી છે. આ સાથે જ કરીનાએ કેપ્શનમાં વુમન્સ ડે ની શુભકામનાઓ પણ આપી છે. કરીના કપૂરે પ્રથમ વખત ઈન્સ્ટાગ્રામ પર પોતાના બીજા દીકરા સાથે ફોટો શેર કર્યો છે.
કરીના કપૂર ખાને 8માર્ચ એટલે કે આજે મહિલા દિવસ નિમિતે પોતાના નાના દીકરાનો પ્રથમ વખત ફોટો શેયર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેણીએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં કરીના કપૂરે મહિલા દિનની પણ સુભેચ્છાઓ આપી છે. જેમાં તેણીએ લખ્યું છે કે, “ એવું કઈ પણ નથી જે મહિલાઓ કરી શકતી નથી. હેપ્પી વુમન્સ ડે માય લવ્સ” આ તસ્વીરને 45 મિનીટમાં 2.5લાખથી પણ વધુ લાઈક મળી ચુક્યા છે. કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીના કપૂર અને સૈફઅલી ખાને વર્ષ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.