Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 18 કેન્દ્રો પર જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા

જામનગર જિલ્લાના 18 કેન્દ્રો પર જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા

- Advertisement -

જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા – 2023 આગામી તા.20-01-2024 ને રોજ સવારે 11:30 થી 1:30 દરમિયાન જામનગર જિલ્લાના 18 કેન્દ્રો પર યોજવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ https://cbseitms.nic.in/ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઇસ્કુલ,જામનગરની એલ. જી હરિયા સ્કૂલ, ડી.સી.સી. હાઇસ્કુલ, શારદા મંદિર હાઇસ્કુલ, એ.બી.વિરાણી ક્ધયા વિદ્યાલય, ડી.એસ.ગોજીયા વિદ્યાલય, જે.કે.સોની વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, જામજોધપુર તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, એન.એન. સંતોકી ક્ધયા વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, જોડિયા તાલુકાની સાઈ વિદ્યાલય, કાલાવડ તાલુકાની દિવ્યજ્યોત હાઇસ્કુલ, લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એલ.એ મહેતા ક્ધયા વિદ્યાલય, માધવ વિદ્યાલય અને સાંદીપની એકેડમી 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular