જામનગરમાં રહેતા કાર લે-વેચનો વ્યવસાય કરતાં યુવાન સાથે મહેસાણાના શખ્સે કાર ખરીદ કર્યા બાદ રૂપિયા 4.15 લાખની રકમ આંગડિયા મારફતે મેળવીને જામનગરના યુવાન સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી રિંગરોડ પર પુરબીયા વાડી વિસ્તારમાં રહેતાં અને કાર લેવેચનો વ્યવસાય કરતા કરશનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના યુવાન સાથે કાર 24 તરીકેની જગદીશ કારશ ઉર્ફે પિયુષ મહેશ પટેલ નામના મહેસાણાના શખ્સે કરશન પાસે રહેલી જીજે-10-ડીઈ-9172 નંબરની બ્રેઝા કાર વેંચવા માટે કારના ફોટા અને પેપર્સ વોટસએપ મારફત મોકલ્યા હતાં અને આ કાર જામનગરમાં હોવાનું જણાવી જામનગરમાં રહેતાં જોરુભા જાડેજાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જોરુભાના પુત્ર અશોકસિંહએ કાર બતાવી હતી. ત્યારબાદ રૂા.4,15,000 માં કારનો સોદો કરાવ્યો હતો. બાદમાં કારના ેચાણની રકમ કરશનભાઇએ જગદીશ પટેલને આંગડિયા પેઢી દ્વારા ટ્રાન્સફર કરાવી હતી.
પરંતુ, આ કારના વેંચાણની રકમ જગદીશએ જોરૂભા અને તેના પુત્ર અશોકસિંહની આપી ન હતી. જેથી કરશનભાઈએ બીજીવખત આ પેેન્ટ કર અને કારની ખરીદી કરી હતી. આ પ્રકરણમાં છેતરપિંડી થયાનું જણાતા કરશનભાઈએ જગદીશ પટેલને જુદા જુદા ત્રણ મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ ત્રણેય ફોન સ્વીચ ઓફ આવતા હતા. આખરે કરશનભાઈએ જગદીશ પટેલ વિરૂધ્ધ સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદીયા દ્વારા તપાસ હાથ ધરતા જગદીશ પટેલ દ્વારા અગાઉ પણ જામનગરના બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું ખૂલ્યુ હતું.
છેતરપિંડી આચરવામાં ચલણી નોટના નંબરનો કોડવર્ડ ઉપયોગ કરાયો
આ કાર વેંચાણમાં ટેલીફોનિક સોદો કર્યા બાદ મહેસાણાના જગદીશ પટેલે 10 રૂપિયાની 32-એ 181448 નંબરની નોટનો વોટસએપ મારફતે ફોટો મોકલી 4,15,000 ની રકમ આંગડિયા મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ ત્રણ મોબાઇલ ફોન સ્વીચઓફ કરી છેતરપિંડી