Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઇસરો વિશ્વનો સૌથી શક્તિશાળી 'રક્ષક' ઉપગ્રહ લોન્ચ કરશે : મળશે કુદરતી આફતો...

ઇસરો વિશ્વનો સૌથી શક્તિશાળી ‘રક્ષક’ ઉપગ્રહ લોન્ચ કરશે : મળશે કુદરતી આફતો વિશે અગાઉથી માહિતી

- Advertisement -

ઇસરો અને નાસાનું નિશાર મિશન આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવા તૈયાર છે. વિશ્વનો સૌથી શકિતશાળી ઉપગ્રહ જ નહીં પરંતુ ‘રક્ષક’ એ કુદરતી આફતો વિશે અગાઉતી માહિતી આપતો પ્રથમ જાસૂસ હશે. જેની મદદથી ભૂકંપ, જવાળામુખી, ભૂસ્ખલન જેવી આપતિઓ વિશે અવકાશમાંથી જ આગાતરી ચેતવણી આપશે. જેથી લાખો લોકોના જીવ બચાવી શકાશે.

- Advertisement -

માનવ ઇતિહાસનો સૌથી શકિતશાળી ઉપગ્રહ નિશાર આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય સ્પેસ એજન્સી ઇસરો અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સંયુકત રીતે બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ આખી દુનિયામાં થતી કોઇપણ પ્રકારની આપતિની માહિતી આપી શકે છે.

આ જાસૂસ ઉપગ્રહ હવે ભૂકંપ ભૂસ્ખલન, જંગલમાં આગ, વરસાદ, ચક્રવાતી તોફાનો, વાવાઝોડા, વિજળીના કડાકા, જવાળામુખી વિસ્ફોટ, ટેકટોનિક પ્લેટોની હિલચાલ દરેક બાબતો પર નજર રાખશે. ને પણને અગાઉથી આવનારી આફતો અંગે ચેતવણી આપશે. નિશાર એ સેન્ટીમીટર સ્તર સુધી ટેકટોનિક પ્લેટોની હિલચાલને રેકોર્ડ કરવામાં સક્ષમ છે. તો 12 દિવસમાં પૃથ્વીની આસપાસ ફરશે.

- Advertisement -

નિશાર એ સેટેલાઇટમં એક મોટી મુખ્ય બસ હશે. જેમાં ઘણા સાધનો હશે. ટ્રાન્સપોટન્ડર, ટેલિસ્કોપ, રડાર સિસ્ટમ હશે. જેમાંથી એક હાથ નિકળશે. જેની ઉપર એક સિલિન્ડર હશે. જયારે આ સિલિન્ડર લોન્ચ થયાના થોડા કલાકો બાદ ખુલશે. ત્યારે તેમાંથી ડિશ એન્ટેના જેવી મોટી છત્રી નિકળશે. આ છત્રી પોતે જ સિન્થેટિક એરરચર રડાર છે.

નિશારના કેથલીન જોન્સે જણાવ્યું હતું કે, નિશાર 12 દિવસમાં બીજી ભ્રમણ કક્ષા કરશે. આ ઉપગ્રહને જીએસએલવી-એમકે-ર રોકેટથી લોન્ચ કરવો જોઇએ. આ પ્રક્ષેપણ શ્રી હરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી થશે જે દુનિયાનો સૌથી મોંઘો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. જેને બનાવવા 10 હજાર કરોડનો ખર્ચ થયો છે. નિશાર પાસે બે પ્રકારના બેન્ડ એલ અને એસ હશે. જેમાં એસ બેન્ડ ટ્રાન્સ મીટર ભારત દ્વારા બનાવાયું છે. જયારે એલ એન્ડ નાસા દ્વારા બનાવાયુ છે. નિશાર રડાર 240 કિ.મી. સુધીના વિસ્તારની સ્પષ્ટ તસ્વીરો લઇ શકશે. આ મિશનનું આયુષ્ય પાંચ વર્ષ માનવામાં આવે છ ે જો કે, આગળ તેને લંબાવી પણ શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular