Monday, December 23, 2024
Homeબિઝનેસસહકારી બેન્કો માટે આરબીઆઇનો મહત્વનો મુસદ્દો

સહકારી બેન્કો માટે આરબીઆઇનો મહત્વનો મુસદ્દો

ઉંચા ડિવિડન્ડ આપવાનો જમાનો પૂરો થશે?

- Advertisement -

બાર ટકાથી ઓછો સીઆરએઆર (કેપિટલ ટુ રિસ્ક વેઈટેડ એસેટ રેશિયો) ધરાવતી બેન્કોને સિક્યોર્ડ લોન પર 2.5 ટકા અને અનસિક્યોર્ડ લોન પર 5 ટકા શેરમૂડી લેવાની ફરજ પાડીને શેર લિન્કિંગ કરવાની સાથોસાથે જ શેરમૂડી વધારીને સીઆરએઆર 12 ટકા કે તેનાથી ઉપર લઈ જવા માટે અર્બન કોઓપરેટીવ બેન્કોને પ્રેફરન્શિયલ શેર્સ ઇશ્યૂ કરવાની છૂટ આપવાની દરખાસ્ત સાથેનો સૂચિત મુસદ્દો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રજૂ કર્યો છે.

- Advertisement -

આ મુસદ્દા અંગે દરેક બેન્કોએ તેમના અભિપ્રાય આગામી 31મી ઓગસ્ટ સુધી આપી દેવાના રહેશે. તેનાથીય આગળ વધીને જિલ્લા સહકારી બેન્કો માટે અને સ્ટેટ કોઓપરેટીવ બેન્કોને પણ આ જોગવાઈઓ લાગુ કરવાનો રિઝર્વ બેન્ક વિચાર કરી રહી છે.

રિઝર્વ બેન્કે 14મી જુલાઈએ જાહેર કરેલા ડ્રાફ્ટ પ્રપોઝલમાં જણાવવામાં આવ્યું છે કે બેન્કોના સીઆરએઆરમાં વધારો થાય તેવી રિઝર્વ બેન્કની ઇચ્છા છે. અત્યારે અર્બન કોઓપરેટીવ બેન્કોનો સીઆરએઆર 9 ટકાનો છે. તે વધારીને રિઝર્વ બેન્ક 12 ટકા કરી દેવા માગે છે.

- Advertisement -

જે બેન્કોને સીઆરએઆર 12 ટકા કે તેનાથી વધુ હોય તેમને માટે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન પર અનુક્રમે લોનની રકમના 2. 5 ટકા અને 5 ટકા શેરમૂડી લેવાની જોગવાઈનો અમલ કરવો ફરજિયાત રાખવામાં આવ્યો ન હોવાનું સહકારી ક્ષેત્રના નિષ્ણાત અશોક મંકોડીનું કહેવું છે.

જે બેન્કો 12 ટકાથી વધુ સીઆરએઆર ધરાવતી હોય તે બેન્કોએ શેરલિનિ્ંકગ કરવું કે નહિ તે તેમની મરજી પર છોડવામાં આવ્યું છે. જોકે જે બેન્કોને સીઆરએઆર 9 ટકા કે તેનાથી ઓછો છે તેમને માટે સિક્યોર્ડ લોન પર 2.5 ટકા ને અનસિક્યોર્ડ લોન પર 5 ટકા શેરમૂડી લેવાનું ફરજિયાત કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. સીઆરએઆરથી બેન્કો સામેના જોખમો ઓછા થાય છે.

- Advertisement -

તેમનું કહેવું છે કે આ સાથે જ સહકારી બેન્કોને તેમની શેરમૂડીમાં વધારો કરવા માટે પરપેચ્યુલ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ ઇશ્યૂ કરીને ટાયર વન કેપિટલ ઊભી કરવાની છૂટ આપવાની પણ વિચારણા કરી રહી છે.

આ જ રીતે પરપેચ્યુઅલ ક્યુમ્યુલેટેવ પ્રેફરન્સ શેર્સ ઇશ્યૂ કરવાની પણ તક આપી છે. સામાન્ય રીતે સહકારી બેન્કો તેમની શેર મૂડી પર 15 ટકા જેટલું ડિવિડંડ જાહેર કરી દે છે. પરંતુ રિઝર્વ બેન્કના નવા મુસદ્દાનો અમલ થતાં સહકારી બેન્કો બેન્કના પ્રવર્તમાન ફિક્સ્ડ ડિપોઝિટના રેટથી બેથી ત્રણ ટકાથી વધુ ડિવિડંડ જ આપી શકશે.

એટલે કે બેન્કનો એફડીનો રેટ 6 ટકા હોય તો ડિવિડન્ડ 8થી 9 ટકા જ આપી શકશે. અત્યારે તેમને 12થી 15 ટકા ડિવિડંડ આપવામાં આવે છે તે રીતે આ મુસદ્દો મંજૂર થશે તો 15 ટકા જેટલા ઊંચા ડિવિડંડ આપી શકાશે નહિ. અત્યાારે જે મનસ્વી રીતે ડિવિડંડ નક્કી કરવામાં આવે છે તે નક્કી કરી શકાશે નહિ.

પરપેચ્યુઅલ શેર્સ રીડીમ કરી શકાશે નહિ. તે કાયમને ધોરણે રહેશે. તેના પર દર વર્ષે ડિવિડંડ આપવું ફરજિયાત રહેશે નહિ. એક વર્ષે સહકારી બેન્કો ડિવિડંડ ન આપે અને બીજા વર્ષે સહકારી બેન્ક ડિવિડંડ આપે ત્યારે આગળના વર્ષા ડિવિડંડ માટે શેરહોલ્ડર દાવો કરી શકશે નહિ. તેમને મળનારૂં ડિવિડંડ પણ બેન્કના એફડીના રેટની આસપાસનું જ રહેશે.

તદુપરાંત અર્બન કોઓપરેટીવ બેન્કોને રીડીમેબલ (વટાવી શકાય તેવા) નોન ક્યુમ્યુલેટીવ પ્રેફરન્સ શેર્સ અને રીડીમેબલ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ ઇશ્યૂ કરવાની પણ છૂટ આપી છે. આ બે પ્રકારના શેર્સ ઇશ્યૂ કરીને બેન્કોને તેમની શેર મૂડી વધારવાનો તક પૂરી પાડવાનો રિઝર્વ બેન્કનો ઇરાદો છે. તેમ જ સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં વધારો કરવાનો રિઝર્વ બેન્કનો ઇરાદો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular