Friday, January 23, 2026
Homeરાજ્યજામનગરGST નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા જામનગરમાં GST સેવાકેન્દ્ર શરૂ

GST નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા જામનગરમાં GST સેવાકેન્દ્ર શરૂ

સંસદસભ્ય જામનગર, ધારાસભ્યઓની રજૂઆત, કરદાતાઓની સમસ્યાઓ અંગે વિવિધ વેપારી સંગઠનોની રજૂઆત, સરકારનો કરદાતાલક્ષી અભિગમ તથા “Ease of Doing Business” હેતુ તેમજ મુખ્ય રાજ્ય વેરા કમિશનર, ગુજરાત રાજ્યના સકારાત્મક અને જનહિતકારી અભિગમને અનુસરી, જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉધોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર (GST Seva Kendra-GSK) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેર જનતાને જણાવવાનું કે નવા GST નોંધણી માટે અરજી કરનાર કરદાતાઓના દસ્તાવેજોની ચકાસણી તથા આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સરળ અને સમયસર રીતે પૂર્ણ થાય તે હેતુસર GST સેવાકેન્દ્ર (GST Seva Kendra-GSK)ની શરૂઆત જામનગર ખાતે કરવામાં આવી રહી છે.
આ GST સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન-ર, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, જામનગર- 361001 ખાતે તા. ર6-01-ર0ર6થી દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10:30 થી 6:10 સુધી કાર્યરત રહેશે. GST નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ Slot Selection થોડા સમય માટે હાલ પુરતું Junagadh દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ GST સેવાકેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
આ કેન્દ્ર ખાતે નવા GST નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય.
આ સુવિધા દ્વારા વેપારીઓ, ઉધોગકારો તથા સામાન્ય જનતાને સીધી માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે અને GST નોંધણી પ્રક્રિયા વધુ સુગમ બનશે. તમામ પાત્ર વ્યક્તિઓને આ સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની પૂછપરછ અથવા માર્ગદર્શન માટે ધારા પરીખ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરશો -સંપર્ક નંબર: 9714506560.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular