Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયખેડૂતો માટે ખુશખબર: DAP ખાતરની સબસિડીમાં કરાયેલ વધારાને કેબિનેટની મંજૂરી

ખેડૂતો માટે ખુશખબર: DAP ખાતરની સબસિડીમાં કરાયેલ વધારાને કેબિનેટની મંજૂરી

સબસીડી રૂ.500થી વધારીને રૂ.1200 કરાઈ : ખેડૂતોને ખાતરનો ભાવવધારો નહી નડે

- Advertisement -

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે ખેડૂતોને ખાતરનો ભાવવધારો નહી નડે. અગાઉ કેન્દ્ર સરકાર દ્રારા DAP ખાતરની સબસીડી 500થી વધારીને 1200 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને હવે કેબીનેટની મંજુરી મળી ગઈ છે. પરિણામે ખાતરના ભાવવધારાની ખેડૂતોને અસર નહી પડે.

- Advertisement -

સરકારે DAP પર અપાતી સબસીડીમાં 700 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ 500 રૂપિયા સબસીડી અપાતી હતી જે વધારીને રૂ.1200 કરવામાં આવી છે. અત્યાર સુધી સરકાર ડીએપી ખાતર પર પર 500 રુપિયાની સબસિડી આપતી હતી જ્યારે ડીએપીની કિંમત 1700 રુપિયા હતી. ખાતર બનાવવામાં વપરાતો કાચ માલ મોંઘો થતા કંપનીએ કિંમત વધારીને 2400 રુપિયા કરી નાખી હતી. તેને કારે ખેડૂતોને સબસિડી પછી પણ 1900 રુપિયા ચુકવવા પડતા હતા તેનાથી તેમની પર 700 રુપિયાનો વધારો બોજો પડતો હતો. સરકારે સબસિડી વધારીને ખેડૂતોને આમાંથી રાહત આપી છે.

ડીએપી પર 700 રુપિયા સબસિડી વધારવાને કારણે મોદી સરકાર પર લગભગ રુપિયા 14,755 કરોડનો વધારાનો બોજો પડશે. મોદી સરકાર દર વર્ષે ખેડૂતોને ખાતર પર લગભગ 80 હજાર કરોડની સબસિડી આપતી આવી છે અને હવે તેમાં 14,775 કરોડન વધારો થશે. પહેલી વાર ખાતર પરની સબસિડીમાં આટલો મોટો વધારો કરાયો છે. 

- Advertisement -

ભારતમાં ડીએપીના ભાવની કટોકટીને અસાધારણ સ્થિતિ તરીકે અને ખેડૂતો માટે આપદા તરીકે વિચારીને ભારત સરકારે ખેડૂતો માટે ખાસ પેકેજ તરીકે એનબીએસ સ્કીમ હેઠળ સબસિડીના દરો એવી રીતે વધાર્યા છે જેથી ડીએપીની એમઆરપી (મહત્તમ વેચાણ કિમત) ગત વર્ષના સ્તરે હાલની ખરીફ સિઝન સુધી રાખી શકાય. ખેડૂતોની હાડમારી ઘટાડવા માટે કોવિડ-19 પૅકેજ તરીકે એક વખતના પગલાં સ્વરૂપે આમ કરવામાં આવ્યું છે. જૂજ મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ભાવો નીચા આવશે એવી ધારણાથી ભારત સરકાર એ મુજબ સ્થિતિની સમીક્ષા કરશે અને એ વખતે સબસિડીના દરો બાબતે નિર્ણય લેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular