Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં મોટાં પ્રમાણમાં ઠલવાઇ રહ્યું છે સોનું !

ભારતમાં મોટાં પ્રમાણમાં ઠલવાઇ રહ્યું છે સોનું !

- Advertisement -

હાલમાં સોનાનો ભાવ તેની ઉચ્ચ સપાટીથી અંદાજે 11-12 હજાર રૂપિયા નીચે ચાલી રહ્યો છે ત્યારે ભારતમાં સોનાની આયાત પણ વધી છે. સોનાની આયાત ગત વર્ષના માર્ચ મહીનાની સામે આ વર્ષે માર્ચમાં બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગઈ હતી. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટતા માગમાં ઉછાળો આવતા સોનાની આયાત વધી છે.

- Advertisement -

વર્ષ 2020માં માર્ચ મહિનામા સોનાની જે આયાત થઈ હતી તેની સામે આ વર્ષે માર્ચ મહિનામાં સાત ગણી આયાત વધી ગઈ છે. આ વર્ષે માર્ચ 2021માં 98.60 ટન સોનાની આયાત થઈ હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

માસિક ધોરણે જોવામાં આવે તો મે 2019 બાદ આ વર્ષે માર્ચમાં સૌનાની સૌથી વધારે આયાત થઈ છે. મે 2019માં સોનાની આયાત 100 ટન્સ કરતાં પણ વધારે રહી હતી. ભારતમાં સોનાનો ભાવ ઓગસ્ટ 2020ની ઉચ્ચ સપાટીથી 17 ટકા સુધી ગબડી ગયો છે અને સાથે જ 1લી એપ્રિલથી સોનાની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવતા લગ્નસરાની સીઝન આવતા જ્વેલર્સ સોનાનો સ્ટોક કરવામાં લાગ્યા છે. જેના કારણે સોનાની માગમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં અક્ષય તૃતિયાના દિવસને ગોલ્ડની ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવે છે.

- Advertisement -

જોકે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના રેકોર્ડ કેસ આવી રહ્યા છે ત્યારે જ્વેલર્સની ચિંતામાં વધારો થયો છે. કારણ કે આ વર્ષે લગ્નસરાની સીઝન હોવા છતાં અનેક રાજ્યોમાં સરકાર દ્વારા આકરા પ્રતિબંધ લાદવામાં આવતે ગયા વર્ષી જેમ જ આ વર્ષે પણ જ્વેલર્સને વેપાર નબળા રહેવાનો ડર છે.

વિશ્વમાં ભારત ગોલ્ડનો બીજો મોટો વપરાશકાર દેશ છે અને ભારતની ગોલ્ડની વાર્ષિક માગ 750થી 800 ટન્સ આસપાસ રહ્યા કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular