Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના જાણીતા ટ્રાન્સપોર્ટર પિતા-પુત્ર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ

જામનગરના જાણીતા ટ્રાન્સપોર્ટર પિતા-પુત્ર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ

મુંબઇમાં રહેતા નાના સગા ભાઈ સાથે મોટાભાઇ અને ભત્રીજાએ વિશ્ર્વાસઘાત કર્યો : ભાડામાં ચલાવવા આપેલા પાંચ ટ્રકો બારોબારી વેંચી નાખ્યા : ટીટીઓ ફોર્મમાં બનાવટી સહી : પોલીસ દ્વારા તપાસ

જામનગરના મુંબઇમાં રહેતા વસંત પરિવારના સભ્યએ જામનગરમાં રહેતાં તેના જ સગા મોટાભાઈ અને ભત્રીજા સામે પાંચ ટ્રકો ટીટીઓ ફોર્મમાં બનાવટી સહી કરી બારોબાર વેંચી નાખી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા ફરી એક વખત આ પરિવારનો આંતરિક ડખ્ખો બહાર આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના જાણીતા વસંત પરિવારના શરદભાઈ કલ્યાણજીભાઈ વસંત શરદભાઈ વસંત છેલ્લાં 45 વર્ષથી મુંબઇમાં રહી રણજીત લોજીસ્ટીકના નામે વ્યવસાય કરતાં શરદભાઈ સમયાંતરે તેમના ભાઈઓથી ધંધામાં અલગ થયા હતાં. દરમિયાન વર્ષ 1995 માં મોટાભાઈ મહેશભાઈ તથા વિનોદભાઈના પત્ની વર્ષાબેન સાથે રણજીત ફ્રેઈટ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કરી હતી. તે પછી તેઓએ ટ્રક પોતાના નામે ખરીદયો હતો. જ્યારે બીજો ટ્રક પત્ની જયશ્રીબેનના નામે લીધો હતો.તે પછી બે ટ્રક પોતાના નામે અને પુત્ર કિંજલના નામે એક ટ્રક ખરીદ કર્યા હતાં. તમામ પાંચ ટ્રક રણજીત ફલેટ કેરિયરમાં જામનગરથી મુંબઇ ચલાવતા હતાં. 2015 માં તેઓએ આ ભાગીદારી પેઢીનો અંત આવ્યો હતો અને શરદભાઈના પત્ની જયશ્રીબેન તેમજ જેઠ મહેશભાઈએ રણજીત કોર્પોરેશન નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ રાખ્યો હતો. તે દરમિયાન ત્રણેક વર્ષ વિત્યે ભત્રીજા હેમલ સાથે કાકા શરદભાઈને કોઇ બાબતે મનદુ:ખ થતા તેઓ રણજીત કોર્પોરેશનમાંથી છૂટા થયા હતાં.

ત્યારબાદ ત્રણેક વર્ષ પહેલાં મહેશભાઈ તથા ભત્રીજા હેમલ મુંબઇમાં શરદભાઈના ઘેર જઇ તેમના પાંચ ટ્રક સીક્કાની સિમેન્ટ ફેકટરીના કોન્ટ્રાકટમાં સિક્કાથી મુંબઇ સુધી ચલાવવા માટે આપવા મૌખિક સમજૂતી કર્યા પછી શરદભાઈએ ભાઈ તથા ભત્રીજાને પોતાના પાંચેય ટ્રક ચલાવવા આપ્યા હતાં તે ટ્રક ત્રણ-ચાર મહિના સુધી ચાલ્યા ત્યાં સુધી તેનો હિસાબ આપવામાં આવ્યો ન હતો. અને પછીથી હિસાબ નહીં અપાતા જામનગર આવેલા શરદભાઈએ જામ રણજીત ટ્રાન્સપોર્ટ પર જઇ હિસાબ માંગતા અને ટ્રક આપી દેવાનું કહેતા ટ્રક ભાડામાં ચાલે છે તેવું બહાનું બતાવાયું હતું. બાદમાં શરદભાઈને પોતાના પાંચ ટ્રક વેચાઇ ગયાની જણાતા આ અંગે તપાસ કરતા એક ટ્રક જામજોધપુરના ચિરોડાના વ્યકિતના નામે, એક ટ્રક સુરજકરાડી, એક જૂના નાગના તેમજ મચ્છરનગર અને ધરારનગરના ત્રણ સહિત પાંચ જુદા-જુદા વ્યકિતના નામે આરટીઓ ઓફિસમાં નોંધાયાનું જણાતા શરદભાઈએ તેમના ભાઈ મહેશ કલ્યાણજી વસંત અને ભત્રીજો હેમલ મહેશ વસંત સામે ટીટીઓ ફોર્મમાં બનાવટી સહી કરી બારોબાર વેંચી નાખ્યાની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular