જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.10,210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર સ્ટ્રીટલાઈટના અંજવાળે મધ્યરાત્રિના સમયે તીનપતિનો જૂગાર રમતા તોફિક ઉમર અંસારી, મોહીનુદીન કમરુદીન સીદીક, ફિરોજ નિઝામ કાદીર, અબ્દુલ મજીદ કાદીર નામના ચાર શખ્સોને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.