જામનગર શહેરના જકાતનાકા પાસે આવેલી ઓશવાળ ટાઉનશીપમાં રહેતાં શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા સ્થળે રેઈડ દરમિયાન પાંચ શખ્સોને રૂા.1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગરીબનગર પાણાખાણમાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં. જામનગરના ચેલા ગામમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10,890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના જકાતનાકા પાસે આવેલી ઓશવાળ ટાઉનશીપમાં 30/2 વિજયનગરમાં રહેતાં રાજેશ ભીમશી વરુ દ્વારા તેના ઘરે નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક રાજેશ ભીમશી વરુ, વિપુલ શંકર દામા, અરજણ સીદા આંબલિયા, રણછોડ તરશી ધારવીયા, રણજીતસિંહ દેવુભા રાઠોડ નામના પાંચ શખ્સોને રૂા.1,21,200 ની રોકડ રકમ અને રૂા.50 હજારની કિંમતની બે બાઈક સહિત કુલ રૂા. 1,71,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગરીબનગર પાણાખાણામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગની તૈયબ ગજણ, રજાક મુસા જશરાયા, મામદ સુલેમાન કોરેજા, અકબર ઈસ્માઈલ સંઘાર નામના ચાર શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.11,150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ચેલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં જૂગાર રમતા ભરતસિંહ નવલસિંહ રાઠોડ, મનુભા જેસંગજી દેદા, બળુભા અલિયાજી જાડેજા, નિકુલસિંહ ભીમદેવસિંહ જાડેજા, પરષોતમ રાજા દોંગા નામના પાંચ શખ્સોને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10890 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા નવીન મેઘરાજા આહુજા, બિલાલ સુલેમાન સાંઢ, એઝાજ જહુરખાન મણેક નામના ત્રણ શખ્સોને રૂા.1280 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.