Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅકસ્માતમાં નિધન થયેલ પોલીસ કર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

અકસ્માતમાં નિધન થયેલ પોલીસ કર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

બુધવારે બેડેશ્વરમાં બાઇક સ્લીપ થતા અકસ્માત: શરીરે અને માથામાં ગંભીર ઇજા: સારવાર કારગત ન નીવડી: નાની ખાવડીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ

- Advertisement -

જામનગર જિલ્લાના નાની ખાવડી ગામના વતની અને હાલ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા તથા બેડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી તેના બાઇક લઇને બેડેશ્વર ઓવરબ્રીજ પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન કાબૂ ગુમાવી દેતા નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના નાની ખાવડી ગામના વતની અને હાલ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા મયુરસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.35) નામના પોલીસકર્મી બુધવારે સવારના સમયે તેની ફરજ પર સમન્સ બજાવવા બેડી પોલીસ ચોકીથી તેના જીજે10સીબી 5462 નંબરના બાઇક પર જતા હતા તે દરમ્યાન બેડેશ્વર ઓવર બ્રીજ કાટા પાસે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થતા નીચે પટકાવાથી શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબઓ જાહેર કર્યુ હતું.

બનાવની જાણ થતાં પોલીસકર્મીઓ અને પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતાં. આ અંગેની હિતેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ઝેડ.એમ.મલેક તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી તેના વતન નાની ખાવડી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસકર્મીના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં પોલીસકર્મીના મોતથી પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular