આંતરરાષ્ટ્રીય મહિલા દિન-8 માર્ચ ઘણાંને પ્રશ્ર્ન થતો હશે કે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તો પુરૂષ દિવસ પણ ઉજવવો જોઇએ ને ! આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમની પ્રત્યે પ્રેમ વ્યકત કરવાનો ગણી શકાય. સ્ત્રીની પ્રગતિ, તેની ઉન્નતિ, દબાયેલી કચડાયેલી પીડિત મહિલાઓના ઉત્થાન માટેનો આ દિવસ છે. સંઘર્ષ કરીને સિદ્ધી મેળવતી મિ!લાઓના સન્માનનો આ દિવસ છે. અને જે ધીમે ધીમે પણ સતત થાય છે તેની અસર દેખાતી હોય છે.
ઈતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો 1909 માં 28 ફેબ્રુઆરીએ અમેરિકામાં પ્રથમ વખત મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. એ દિવસોમાં ન્યૂયોર્કમાં કપડાના મિલોમાં કામ કરનારી મહિલાઓ પર શોષણ થતા અને એ કારણે એક વર્ષથી તેઓ હડતાલ પર હતાં. તેમના સમર્થનમાં સોશિલિસ્ટ પાર્ટી આવી. તેઓને આ અવાજ ઉઠાવવા અંગે સન્માનિત કર્યાં. કામના કલાકો અને યોગ્ય પગારની લડાઈમાં પ્રથમ જીત મેળવી હતી. રૂસમાં 1919, ફેબ્રુઆરી અંતમાં પ્રથમ વિશ્ર્વ યુદ્ધનો વિરોધ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો અને ત્યારે ત્યાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. યુરોપમાં 8 માર્ચના રોજ પીસ એકિટવિસ્ટના સમર્થનમાં રેલી કાઢી અને ત્યારે યુરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનો પાયો નખાયો. 1975 માં યુનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ વૈશ્ર્વિક સ્તર પર આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવ્યો.
2011 માં તે સમયના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનો જ મહિલાઓના મહિના તરીકે ઉજવવાનું ઘોષિત કર્યુ હતું. ભારતમાં અનુકરણરૂપે સરકારી-બિનસરકારી સ્તરે મહિલા દિન ઉજવાય છે. આમ તો, ભારત પુરૂષ પ્રધાન દેશ છે. પરંતુ હવે મહિલા ભાગીદારી પણ વધી રહી છે. આ વાત સાથે મારે હજુ એક વાત કરવી છે. મહિલા, સ્ત્રી, નારી કયા એક દુજે સે હી હારી ?!
હમણાં એક સેમિનાર લેતી વખતે આ વિશે ઘણી વાતો થઈ. સંભાષણ બાદ કાર્યક્રમ પૂર્ણ થયે એક 26-28 વર્ષની બેન મારી પાસે આવી અને પોતાની આપવીતી કહી. આશ્ર્ચર્ય અને દુ:ખ સાથે કહેવું પડે છે કે, એ વિધવા સ્ત્રી-બે બાળકોની માતા આંસુ સારી રહી હતી અને પોતાને થયેલા અન્યાય વિશે હાથ જોડીને કહી રહી હતી. એ સ્ત્રીના પ્રશ્ર્નો આસપાસ એક પ્રશ્ર્નાર્થ વાતાવરણ ઉભુ કરી ગયા. હું વિધવા થઈ એમાં મારો શું વાંક ? બાળકોનો શું વાંક ? ઘર-પરિવારે હડધૂત કરી કાઢી મુકી કેમ કે પતિ મૃત્યુ પામ્યા બીજી સ્ત્રીઓ મને જોતા જ મો ઢાંકી દે છે, રસ્તો બદલે છે. મારા બાળકો સાથે પોતાના બાળકોને રમવા નથી દેતા. અને આ બધુ સમાજની આસપાસની સ્ત્રીઓ દ્વારા થાય છે. આ બધા પ્રશ્ર્નો દુખભર્યુ વૃતાંત હચમચાવી ગયું. એક સમય હતો, સ્ત્રી વિધવા બન્ને ત્યારે તેની સાથે દુષ્કર વર્તનો થતા પણ આ 2021 ની આ જ નાશની ઘટના મેં વર્ણવી છે. થોડા વર્ષો પહેલાં મારા કાઉન્સેલિંગ સેશન વખતે આવેલો હતો. એ 22-24 વર્ષની નાની નાર, પતિને ઘર આર્થિક પરિસ્થિતિના કારણે આત્મહત્યા કરી, એ જ સાંજે એ સ્ત્રીને બાળક થયું. પતિના અચાનક મૃત્યુનો આઘાત અને પ્રસૃતિની પીડા વિચારો એ નાની ઉંમરની છોકરીની હાલત કેવી હશે !! અને ત્રીજા જ દિવસે સાસરાવાળાએ તેને પિયર જતુ રહેવાનું કરી દીધું. પિયરપક્ષનાઓએ સ્પષ્ટ ના સ્વીકારની કહી. અને કેસ આવ્યો ત્યારે એ સ્ત્રી એ સુવાવડી સ્ત્રી એ વિધવા સ્ત્રી ઓળખામાં ચાર વાસાનું છોકરુ અને ત્રણ દિવસની એ એક જ સાડી, ભાવવિહીન આંખો અને શૂન્યમનસ્ક ચહેરો… આજે પણ એ દ્રશ્ય યાદ આવે ત્યારે કમકમાટી આવ્યા વગર નથી રહેતી.
મહિલા દિને થોડો વિચાર કરીએ. આ ઘટનાઓ આપણી આસપાસની જ છે. આ તો એક જ સમસ્યા નોંધી છે. આવી તો ઘણી જોવા મળે જ છે. જે કદાચ સમસ્યાના રૂપે લેવાતી જ નથી. સ્ત્રી ખાસ કરીને પત્નીઓ પર થતી હલ્કી મજાકો અને આવા દ્રષ્ટાંતો પર આંખ આડા કાન ન કરીએ. એ જ મહિલા દિવસે નતમસ્તક વિનંતી છે.
ધારદાર- સ્ત્રી સમાનતા જેટલી કાગળ પર છે, શું તેટલી ખરેખર સમાજમાં છે !? – યુધ્ધિષ્ઠિરનો શ્રાપ હતો સમગ્ર સ્ત્રીજાતિ પર કે તેઓના પર કોઇ વાત નહીં રહે. પણ સ્ત્રી અન્ય સ્ત્રીને નહીં સમજી શકે એવો શ્રાપ પણ કોઇએ આપ્યો હશે!?
ધારા પુરોહિત ભટ્ટ ‘સ્વય’