Saturday, December 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં લઘુમતીઓ માટે રૂા.4700 કરોડનો ખર્ચ: યોજનાઓ ગેર બંધારણીય?

દેશમાં લઘુમતીઓ માટે રૂા.4700 કરોડનો ખર્ચ: યોજનાઓ ગેર બંધારણીય?

સરકાર કહે છે: આ યોજના હિંદુઓના અધિકારો પર તરાપ નથી, સર્વ સમાવેશી વિકાસ માટે યોજનાઓ અનિવાર્ય

કેન્દ્ર સરકારે હિન્દુ સમુદાયના છ સભ્યો દ્વારા સંયુક્ત રીતે દાખલ કરેલી અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ કાયદેસર રીતે માન્ય છે. આ યોજનાઓ વિવિધ સ્તરે લઘુમતી સમુદાયોના સર્વાંગી વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

કેન્દ્રએ કહ્યું છે કે આ યોજનાઓ લઘુમતી સમુદાયોમાં અસમાનતા ઘટાડવા અને શિક્ષણ, રોજગાર, કુશળતા અને નાગરિક સુવિધાઓમાં અંતર ઘટાડવા માટેનું સ્તર સુધારવા માટે છે.

લઘુમતી બાબતોના મંત્રાલયે રજૂ કરેલા આ સોગંદનામામાં કહેવાયું છે કે, આ યોજનાઓ બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોથી વિરોધાભાસી નથી અને અન્ય (હિંદુ) સમુદાયોના સભ્યોના હકોનું ઉલ્લંઘન કરતી નથી.

નીરજ શંકર સક્સેના સહિત છ લોકો વતી 2019 માં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કેન્દ્ર વતી લઘુમતીઓ માટે વિશેષ યોજનાઓ ચલાવવી ખોટી ગણાવામાં છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાઓ માટે સરકારના ખજાનામાંથી 4700 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે, જ્યારે બંધારણમાં આ માટેની કોઈ જોગવાઈ નથી.

એડ્વોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંધારણના આર્ટિકલ 27 મુજબ સરકાર દ્વારા કરદાતાઓ પાસેથી લેવામાં આવેલા પૈસાને કોઈ પણ ખાસ ધર્મ માટે ઉપયોગની મંજૂરી આપતો નથી. પરંતુ વકફ સંપત્તિના નિર્માણથી લઈને લઘુમતી વિદ્યાર્થીઓ અને મહિલાઓના ઉત્કર્ષ સુધીની, સરકારે જાહેર કરેલી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો જોઈએ? આ બહુમતી સમુદાયના વિદ્યાર્થીઓ અને મહિલાઓના સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે, એમ આ અરજીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular