Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર24 એપ્રિલે યોજાશે જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી

24 એપ્રિલે યોજાશે જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી

- Advertisement -

જામનગર શહેર સુન્નિ-મુસ્લિમ સમાજની સૌથી મોટી વકફ સંસ્થા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી આગામી 24 એપ્રિલે ટાઉનહોલમાં યોજાશે. ચૂંટણીની વિગતો જાહેર કરતાં ચૂંટણી કમિશ્ર્નર તરીકે નિયુકત વકિલ હાજી હસન ભંડેરી તેમજ શહેર ચુંટણી કમિશ્ર્નર ફારૂખ એચ. રિંગણીયા તથા જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જાણાવ્યું છે કે, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના 12 ટ્રસ્ટીઓની ચૂંટણી માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ચૂંટણી કમિશ્ર્નર હાજી હસન ભંડેરીની ઓફીસે ભરી શકાશે. 21મીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ 24 એપ્રિલે સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ટાઉનહોલમાં મતદાન યોજાશે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તૂરંત મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી સુચારું રૂપ થી યોજાઇ તે માટે ચુંટણી સહાયકો તરીકે જાહીદ સર પંજા, યુસુફભાઇ ખફી, એડવોકેટ હમીદભાઈ દેદા, ઈબ્રાહિમભાઈ સીદી, ગુલજારભાઇ ખીર, અબરારભાઈ ગજિયા, ડોકટર ઝાહીદભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular