ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં ચોમાસું અતિવૃષ્ટિ સાથે વધુ ભયાનક બનતું જશે. સંશોધનોમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રીન હાઉસ ગેસોના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. હવામાં વધી રહેલું ભેજનું પ્રમાણ વાતાવરણને વધુ ગરમ કરી રહ્યું છે જેના કારણે ચોમાસામાં આતિવૃરિ જોવા મળો રહી છે. જરનલ સાયન્સ એડવાન્સિઝમાં પ્રસિઘ્ઠ થયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકાએ બંગાળના અખાતમાં કાદવ પર સંશોધન કર્યાં. બંગાળના અખાતમાં ડ્રિલિંગ કરીને તેમણે લાખો વર્ષ જૂના કાધ્વ પર અભ્યાસ હાથ ધર્યો હતો.
બ્રાઉન યુનિવર્સિટી ખાતે પર્યાવરણ વિજ્ઞાનના પ્રૉડેસર સ્ટિવન ક્લેમેન્સે જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં લોકો માટે
મુશ્કેલીઓ ભયજનક બની રહી છે. ચોમાસામાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે. જે હમેશાં ભારે વિનાશ લઈને આવે છે.
અતિઆક્રમક ચોમાસાના જોખમો વધી રહ્યાં છે. બેફામ બનેલી કુદરત ત્ર4તુઓમાં જોખમો વધારી રહી છે. વિશ્વની સૌથી
મોટી લોકશાહી સામે આક્રમક ચોમાસાઓનો સૌથી મોટો ભય સર્જાયો છે.
બીજી બાજુ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં શનિવારે નૈત્રત્યના ચોમાસાએ દસ્તક દીધાં
હતાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ પોર્ટ ખાતે ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી હતી. શનિવારે કર્ણાટકના
દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ થયો હતો. ઉત્તર કન્નડા અને દક્ષિણ કન્નડા જિલ્લાઓમાં
હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું હતું. ૧૧થી ૧૫ જૂન વચ્ચે મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદ થવાની
સંભાવના છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન ૧રમી જૂને દર્યા કિનારાને ટકરાશે જેના કારણે બંગાળ, બિહાર,
ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં ચોમાસાનો પ્રારંભ થશે. ચોમાસું મુંબઇ અને કોંકણને કવર કરીને આગળ વધશે
જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાગ થવાની સંભાવના છે.