Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય9 નવે.એ ચીફ જસ્ટીસ તરીકે શપથ લેશે ડીવાય ચંદ્રચૂડ

9 નવે.એ ચીફ જસ્ટીસ તરીકે શપથ લેશે ડીવાય ચંદ્રચૂડ

- Advertisement -

ડીવાય ચંદ્રચુડની ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એમ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9મી નવેમ્બરના રોજ તેમની મુખ્ય ન્યાયાધીશ તરીકે સોગંદવિધિ કરાવશે. તેઓ ન્યાયાધીશ યુયુ લલિતનું સ્થાન સંભાળશે, જેમનો કાર્યકાળ 74 દિવસનો હતો. આ જાહેરાત પછી કાયદાપ્રધાન કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે હું ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને 9મી નવેમ્બરની શપથવિધિ માટે મારી શુભેચ્છા પાઠવું છું. ગયા સપ્તાહે સીજેઆઇ લલિતે ન્યાયાધીશ ચંદ્રચુડની તેમના અનુગામી તરીકે ભલામણ કરી હતી, તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર ન્યાયાધીશોમાં એક છે. ન્યાયાધીશ ચંદ્રચુડ કેટલીય બંધારણીય બેન્ચોનો હિસ્સો રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અયોધ્યા જમીન વિવાદ, રાઇટ ટુ પ્રાઇવસી અને એડલ્ટરીને લગતા કેસોના ચુકાદામાં અને બંધારણીય બેન્ચોનો મહત્વનો હિસ્સો રહી ચૂક્યા છે.

- Advertisement -

યોગાનુયોગ એવો છે કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો તે જ દિવસે તે કાર્યભાર સંભાળશે. ન્યાયાધીશ ચંદ્રચુડ 13 મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્થાન પામ્યા હતા અને હવે મુખ્ય ન્યાયાધીશ તરીકેનો તેમનો સમયગાળો બે વર્ષનો રહેશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી લાંબો સમય કામગીરી બજાવનારા મુખ્ય ન્યાયાધીશ વાય વી ચંદ્રચુડના પુત્ર છે. તેમણે 22 ફેબુ્રઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. ન્યાયાધીશ ચંદ્રચુડ કેટલાય ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહી ચૂક્યા છે. તેમા ગે અને લેસ્બિયન સંબંધોને ફોજદારી ગુનામાંથી બહાર મૂકવા, આધાર સ્કીમની યોગ્યતા અને સબરીમાલા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. તાજેતરમાં બેન્ચે એમપીટીના આપેલા ચુકાદામાં અપરીણિત મહિલાને આવરી લીધી અને તેના 20થી 24 સપ્તાહ સુધીના ગર્ભને પણ દૂર કરવાની મંજૂરી આપી તે ચુકાદાનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular