કોરોનાના કહેરને પરિણામે છેલ્લા પંદર મહિનાથી અમદાવાદ અને ગુજરાતની મોટાભાગની શાળાઓ લગભગ બંધ જેવી હાલતમાં હોવાથી સ્કૂલ સ્ટેશનરીના બિઝનેસમાં અંદાજે 70ટકાનું ગાબડું પડયું છે.
કૉલેજ પણ બંધ રહી હોવાથી નોટબુક્સના વેચાણમાં માંટું ગાબડું પડયું છે. કોરાનાની અસર હઠળ જ કોર્પોરેટ કંપનીઓએ તેમના સ્ટાફના વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું હોવાથી મોટી મોટી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતી સ્ટેશનરીમાં પણ 50 ટકાનું ગાબડું પડી ગયું હોવાનું સ્ટેશનરીના વેપારીઓના એસોસિયેશનના પૂર્વ હોદ્દેદારોનું કહેવું છે.
સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવતું હોવાથી સ્ટેશનરીની ડીમાન્ડમાં ખાસ્સ ઘટાડો જોવા મળ્યો છે. નોટબુક્સ, પેન અને બુક્સની ડીમાન્ડ ઘટી ગઈ છે. આ ઘટાડો અંદાજે 70 ટકાનો છે. સ્કૂલ બેગ્સ, લંચ બોક્સ, વૉટર બોટલ્સ અને વૉટર બેગના ધંધા પર પણ તેની માઠી અસર થઈ જ છે.
જોકે ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ આઉટ કઢાવવાની ફરજ પડતી હોવાથી પ્રિન્ટિંગ ઇન્ક અને પ્રિન્ટિંગ પેપર્સના વેપાર પર બહુ અસર જોવા મળી નથી. ગુજરાતમાં સ્ટેશનરીના અંદાજે 4500થી 5000 વેપારીઓ છે. ભારતમાં સ્ટેશનરીનું અંદાજે રૂા. 12000 કરોડનું બજાર છે. તેમાંથી 40થી 50 ટકા બજાર નોટબુક્સનું જ છે.
પેન્શિલ પેન અને અન્ય સ્ટેશનરીનો પણ ખાસ્સો વપરાશ ઘરઘરમાં થાય છે. ગુજરાતનું સ્ટેશનરી બજાર 8થી 10 ટક ગણવામાં આવે તો પણ તે અંદાજે રૂા.1000 કરોડની આસપાસનું થઈ શકે છે. કોરોનાના કારણે સ્કૂલો બંધ રહેતા લોકો દુકાન સુધી આવતા નહોતા. કોરોનાના ભયને કારણે તેઓ દુકાન સુધી આવતા નહોતા.
તેમ જ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવા માંડતા સ્ટેશનરીની દુકાનના સંખ્યાબંધ માલિકોએ એમેઝોનના વેન્ડર તરીકે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. તેમનો ધંધો કાયમને માટે તૂટી જવાનો નથી, પરંતુ કોરોના જાય તો તેમને માટે ફરીથી પૂર્વવત ધંધો કરવાનો અવકાશ મળી રહેશે તેવી આશા ઘણાં સ્ટેશનર્સ રાખી રહ્યા છે.