Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરોજગારીને કોરોનાનું સંકટ, ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો

રોજગારીને કોરોનાનું સંકટ, ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો

છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં 2020-21માં મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં સંખ્યા અડધી થઇ : સેન્ટર ફોર ઇકોનોમિક ડેટા એન્ડ એનાલીસિસનો અહેવાલ

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે આથક મોરચે પણ મોટો ફટકો પડી રહ્યો છે. રાજ્યોમાં અલગ અલગ સ્તરનુ લોકડાઉન લગાવાયુ છે અને તેના કારણે નોકરીઓ પણ ઘટી રહી છે. 

- Advertisement -

દેશમાં સૌથી વધારે નોકરીઓ આપતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નોકરીઓ પર બહુ મોટી અસર પડી છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ છતા પણ આ સેક્ટરની નોકરીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

સેન્ટર ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસમાં કહેવામાં આવ્યુ છે કે, પાંચ વર્ષની સરખામણીમાં 2020-21માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓની સંખ્યા ઘટીને અડધી રહી ગઈ છે. 2019-20ના મુકાબલે 2020-21ના વર્ષમાં આ સેક્ટરે આપેલી નોકરીઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે. 

- Advertisement -

સાથે સાથે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની નોકરીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આંકડા પ્રમાણે કેમિકલ ઈન્ડસ્ટ્રીને છોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ સબ સેક્ટરમાં રોજગારીમાં ઘટાડો છે.

2016-17માં આ સેક્ટરમાં 5. 10 કરોડ લોકો નોકરી કરી રહ્યા હતા. અત્યારે લગભગ 2. 70 કરોડ લોકો આ સેક્ટરમાં રોજગારી મેળવી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેશના જીડીપીમાં 17 ટકા જેટલો ફાળો છે. દેશ માટે આ સારી નિશાની નથી અને દેશ પર બેકારીનુ સંકટ તોળાઈ રહ્યુ હોવાનો ઈશારો છે. 

- Advertisement -

રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની હાલત પણ સારી નથી. 2016-17માં આ સેક્ટરમાં 6. 90 કરોડ લોકો રોજગારી મેળવતા હતા અને હવે આ આંકડો ઘટીને 5. 37 કરોડ પર આવી ગયો છે. કોરોનાએ આ સેક્ટરને વધારો ઝાટકો આપ્યો છે. લોકડાઉન અને બીજા પ્રતિબંધોના કારણે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ મંદી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular