Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsનિફ્ટી ફ્યુચર રેન્જ 17077 થી 17474 પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 17077 થી 17474 પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના વાયરસ મહામારીનો સામનો કરી ચુકેલુ ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે પાટા પર આવી રહ્યું છે. વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ બીએસઈ સેન્સેક્સે ૫૮૧૧૫ અને નિફ્ટી ફ્યુચરે ૧૭૩૨૩ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી. આમ, ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૧૯% અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૨૧% વૃધ્ધિ જોવા મળી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ કાર્યક્રમ સંદર્ભે અપનાવાયેલ હળવા વલણની અને અર્થતંત્રને સ્પર્શતા વિવિધ આંકડામાં સુધારો, સાનુકૂળ કોર્પોરેટ પરિણામો તેમજ રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય નીતિમાં અપનાવાયેલ નરમ વલણની બજાર પર સાનુકૂળ અસર જોવા મળી છે. આ ઉપરાંત બજારમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા અને લિક્વિડિટીની તરલતાના કારણે બજારની તેજીએ વેગ પકડયો હતો.

કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટી નવા ઈતિહાસ રચી રહ્યા છે. ઔદ્યોગિક – આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. આમ વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્ટેમ્બર માસમાં અંદાજીત ૧૦ કંપનીના આઈપીઓ રજૂ થવાની સંભાવના છે. ઓગસ્ટ માસ દરમિયાન આઈપીઓ થકી કંપનીઓએ રૂ.૧૮૨૦૦ કરોડ ઉભા કર્યા હતા. જો કે, ઓગસ્ટ માસના અંતિમ તબક્કા દરમિયાન આઈપીઓના ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થતા રોકાણકારોને ભારે નુકસાન થતાં તેમનું મોરલ ખરડાઈ જવા પામ્યું છે. ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસ દરમિયાન ૫.૭ લાખ રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કર્યું હતું. જે ગત પૂરા નાણાંકીય વર્ષ દરમિયાન પાંચ લાખ જેટલા રોકાણકારોએ રોકાણ કર્યું હતું. આમ, આઈપીઓમાં રોકાણ કરનાર રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં ઊદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે આગામી સમયમાં રોકાણકારો આપીઓમાં રોકાણ કરતા પૂર્વે સાવચેતીનું વલણ અપનાવે તેવી સંભાવના છે.

- Advertisement -

ઓગસ્ટ માસમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૦% વધીને ૧.૧૨.લાખ કરોડ થયું છે. જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન ૧.૧૬ લાખ કરોડ કરતાં ઓછું છે.  દેશની ટકાઉ આર્થિક પુન પ્રાપ્તિ માટે હજી પણ ઘણા અવરોધ હજુ યથાવત છે. રસીકરણના સ્તર અને ગતિને જોતા, તે નિશ્ચિતતા સાથે કહી શકાતું નથી કે ભારત રોગચાળાની ત્રીજી તરંગથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. મોંઘવારીનો પ્રશ્ન પણ હજુ યથાવત છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૧માં અંદાજીત રૂ.૭૦૪૩.૫૧ કરોડની ખરીદી, જુલાઇ ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૮,૩૯૩.૯૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી તેમજ ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૯૦૬.૧૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ જૂન ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫.૮૯ કરોડની વેચવાલી, જુલાઇ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૩,૧૯૩.૩૯ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી તેમજ ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૧૦૧૫.૧૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, આર્થિક વિકાસ પર ફોક્સ કરવા લાગેલી મોદી સરકારના આર્થિક સુધારાના પગલાં અને તાજેતરમાં સંસદમાં આર્થિક બિલો રજૂ કરીને બતાવેલી કટિબધ્ધતા તેમજ નાણા પ્રધાને ચાલુ વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને આગળ વધારવામાં આવશે એવા સ્પષ્ટ આપેલા સંકેતે ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના નવા રોકાણ પ્રવાહ અને સ્થાનિક ફંડો, રીટેલ ઈન્વેસ્ટરોના રોકાણ દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક તેજીના નવા ઝોનમાં આવી ગયેલા છે.

કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો છે, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે. ઉપરાંત પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે  મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૩૩૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૦૭૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૭૩ પોઇન્ટથી ૧૭૪૦૪ પોઇન્ટ, ૧૭૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૯૧૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઇન્ટના પ્રથમ અને ૩૫૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૦૭૭ પોઇન્ટથી ૩૭૩૦૩ પોઇન્ટ, ૩૭૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) રાઈટ્સ લિમિટેડ ( ૨૭૪ ) :- કન્સ્ટ્રકશન & એન્જિનિયરિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૮ થી રૂ.૨૯૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) કોલ્ટે-પાટિલ ડેવલપર્સ ( ૨૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓનવર્ડ ટેક્નોલોજીસ ( ૨૫૦ ) :- રૂ.૨૩૭ નો પ્રથમ તેમજ રૂ.૨૨૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૩ થી રૂ.૨૭૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ડેલ્ટા કોર્પ ( ૨૦૮ ) :- કોમર્શીયલ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૧ થી રૂ.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૯ ) :- રૂ.૧૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ્સ  & એક્વીપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૨ થી રૂ.૨૧૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) કાઈટેક્સ ગારમેન્ટ્સ ( ૧૬૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઝેન ટેકનોલોજીસ ( ૧૫૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) મિન્દા કોર્પોરેશન ( ૧૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ્સ & એક્વીપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩ આસપાસ રોકાણકારે રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈન્ડીગો ( ૧૯૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૯૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૦૦૨ થી રૂ.૨૦૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૨૦ ) :- આ સ્ટોક રૂ.૧૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૫૦૮ ) :- ૭૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૪૮૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) HDFC લિમિટેડ ( ૧૫૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) HCL ટેકનોલોજી ( ૧૧૭૯ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૪૪ થી રૂ.૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મહામાયા સ્ટીલ ( ૯૫ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૯ થી રૂ.૧૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) આલ્કલી મેટલ્સ ( ૭૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે સ્પેશ્યલટી કેમિકલ્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ડાયનામિક કેબલ્સ ( ૬૪ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક એક્વીપમેન્ટ / પ્રોડક્શન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) એગ્રી-ટેક (ઈન્ડિયા) ( ૫૦ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૬ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular