ભારતમાં ઉદ્યોગની વાત કરીએ તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિશાળ છે. ઉત્પાદન, વેચાણ, નિકાસની દ્રષ્ટિએ આ પાંચમા ક્રમનો મોટો ઉદ્યોગ છે. જે કરોડો લોકોને રોજગારી પૂરી પાડે છે.
આ ક્ષેત્રનો વિકાસ દર ઉંચો છે અને બિઝનેસની ભાષામાં કહીએ તો નફાનો આંકડો પણ સારો હોય, આ ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. વેલ્યૂ એડીશનની દ્રષ્ટિએ ભારતમાં આ ક્ષેત્રમાં હજૂ ઘણું કામ થઇ શકે એમ છે. ભારતનું આ ક્ષેત્રનું પોટેન્શિયલ વિશાળ છે.
દેશના કુલ ફૂડ માર્કેટમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો લગભગ 33 ટકા જેટલો છે જે આગામી વર્ષોમાં વધી શકે છે કેમ કે, સરકાર આ ક્ષેત્રને પણ ઘણું પ્રોત્સાહન આપે છે.
હવે ગુજરાતની વાત: આ ક્ષેત્રમાં ટિપિકલ બે પ્રકારની પ્રોસેસ થતી હોય છે.
પ્રાથમિક પ્રોસેસ: ખેત ઉત્પાદનની સ્થાનિક ધોરણે પ્રોસેસ: ખેત ઉત્પાદનને સ્થાનિક ધોરણે પ્રાસેસ કરવા સેક્ધડરી પ્રોસેસ: ફેકટરી લેવલે ફૂડને પ્રોસેસ કરી તેના ભૈતિક ગુણધર્મો બદલાવવા, ઇનાવેશન કરવું, નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવી.
ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે. વપરાશ-નિકાસ પણ તેજી થી વધી રહ્યા છે. ગુજરાતમાં અંદાજે 35,000 જેટલાં પ્રોસેસિંગ યુનિટ છે. જે પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે 12-15 લાખ લોકોને રોજગારી પણ પુરી પાડે છે. ઘણાં સામાન્ય માણસો નાના-મધ્યમ કદના ઉદ્યોગપતિઓ બની શકયા છે.
ગુજરાતમાં મગફળી-કપાસ-સોયાબીન-મકાઇ-દાળો-ધઉં તથા ચોખા સહિતની કોમોડિટી પાકે છે. આ ઉપરાંત આદૂ-લસણ જેવા મસાલાઓ ઉપરાંત ઇસબગુલ જેવો ઔષધિય પાક પણ મોટાં પ્રમાણમાં ઉત્પાદિત થાય છે.
ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે સરકારની ઘણી પ્રોત્સાહક યોજનાઓ ચાલે છે. સાહસિકો આ યોજનાઓનો લાભ લઇ ફૂડ એન્ડ બિવરીઝનાં ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે.
ફળો અને શાકભાજીના પ્રોસેસિંગ-પ્રિઝર્વેશન-પેકેજિંગના ક્ષેત્રમાં પ્રથમ પાંચ વર્ષ સુધી આવકવેરા માફી આપવામાં આવે છે. આ ઉપરાંત સ્ટોરેજ-હેન્ડલીંગ-ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોસેસ્ડ ફૂડના ક્ષેત્રમાં સર્વિસ ટેકસ માફી ધરાવે છે. પ્રોસેસ્ડ ફૂડના સ્ટોરેજ-હેન્ડલીંગ ક્ષેત્રમાં કસ્ટમ ડયૂટીમાં પણ ફાયદાઓ આપવામાં આવે છે. પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઓટોમેટિક રૂપ મારફત 100 ટકા એફડીેઆઇનો લાભ મળે છે. પ્રોજેકટ કોસ્ટના 95 ટકા જેટલી સોફટ લોન ઉપલબ્ધ છે.
આ ઉપરાંત નવા કે હૈયાત પ્રોસેસિંગ ઉદ્યોગોને જીઆઇડીસી પણ મદદ કરે છે. આ યોજનાના હેતુઓ એ છે કે, ટેકનોલોજીનું અપગ્રેડેશન થાય-પ્રોસેસિંગનું લેવલ સુધરે, વેસ્ટમાં ઘટાડો કરી શકાય, વેલ્યૂ એડીશન કરી શકાય, ખેડૂતોની આવક તથા નિકાસ વધારી શકાય વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ફળો-દૂધ-ડેરી પ્રોડકટસ-અથાણાં-માછીમારી-ગુવારગમ પાઉડર-ડીહાઇડ્રેશન-મસાલા દળવા- ઉત્પાદીત કરવા ટોમેટો પ્રોસેસિંગ ક્ષેત્ર માટે એન્ઝાઇમ્સ બનાવવા-આઇસ્ક્રીમ બોલ્સ-ઓર્ગેનિક દૂધ-ડેરી પ્રોડકટસ વગેરે વ્યવસાયો માટે સરકાર પુષ્કળ મદદ કરે છે. બેંકો પણ ઉદારતાથી લોન્સ આપે છે.
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના સારી છે. મેગા ફૂડ પાર્ક સ્કીમ કાર્યરત છે. કોલ્ડ ચેઇન પ્રોજેકટ સ્થાપી શકાય. એકસ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોજેકટ રચી શકાય. ગુજરાત ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રાજય હોવાથી પણ આ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે.
વધુ વિગતો માટે સ્થાનિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે.
આવો, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને સમજીએ
આ ક્ષેત્રનું ગુજરાતમાં ભવિષ્ય ઉજળું છે