ગુજરાતમાં છેલ્લાં 2-3 દિવસથી પડી રહેલાં અતિભારે વરસાદથી તારાજી સર્જાય છે. જેના પરિણામે અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા પણ પુર ગ્રસ્ત વિસ્તારમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ નજીક અંબિકા નદીના પુરમાં કેટલાંક લોકો ફસાયા હોવાની વલસાડ કલેકટર દ્વારા દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ ભારે વરસાદ વચ્ચે દમણથી કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર નદીમાં ફસાયેલાં લોકોને બચાવવા વલસાડ તરફ દોડાવવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ એર સ્ટેશનના હેલિકોપ્ટરે ભારે વરસાદમાં ધુધળા વાતાવરણ વચ્ચે ઉડાણ ભરી પુર ગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી 16 જેટલાં ફસાયેલા લોકોને એર લિફટ કર્યા હતાં.