Sunday, December 22, 2024
Homeખબર સ્પેશીયલમુખ્યમંત્રીજી, કો-મોર્બિડ ડેથ જાહેર ન કરી શકાય તેવો ICMR ની ગાઇડલાઇનમાં કોઇ...

મુખ્યમંત્રીજી, કો-મોર્બિડ ડેથ જાહેર ન કરી શકાય તેવો ICMR ની ગાઇડલાઇનમાં કોઇ ઉલ્લેખ નથી !

શું છે, કોવિડ ડેથ જાહેર કરવા અંગેની આઇસીએમઆરની ગાઇડલાઇન જાણો…

- Advertisement -

-પરેશ સારડા
જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકડાઓને લઇને ખૂબ જ વિસંગતતા પ્રવર્તી રહી છે. ત્યારે આજે શનિવારે જામનગરની મુલાકાતે આવેલાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્રકારો દ્વારા આ અંગે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડીકલ રિસર્ચ (ICMR)ની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાથી થતાં મોત જાહેર કરવામાં આવે છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં કો-મોર્બીડ દર્દીઓના મૃત્યુ આઇસીએમઆરની ગાઇડલાઇન મૂજબ જાહેર કરી શકાતા નથી. જેને કારણે આ વિસંગતતા જોવા મળે છે. રાજય સરકાર કોઇ આંકડા છૂપાવવા માંગતી નથી. અમે માત્ર ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ.

- Advertisement -

મોતના આંકડાઓની વિસંગતતા દૂર કરવા માટે શા માટે કોવિડ ડેથ અને કો-મોર્બીડ ડેથ બંન્નેના આંકડા જાહેર કરવામાં આવતાં નથી? જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આઇસીએમઆરની ગાઇડલાઇન મૂજબ અમે આવાં આંકડા જાહેર કરી શકીએ નહીં. આ અંગે અમે જયારે આઇસીએમઆરની વેબસાઇટ તેમજ જૂદી-જૂદી જગ્યાએ આસીએમઆરના હવાલા સાથે પ્રસિધ્ધ થયેલી ગાઇડલાઇનની ચકાસણી કરતાં જણાયું કે, મુખ્યમંત્રીનું કથન સંપૂર્ણ સત્ય નથી. આઇસીએમઆરની કોવિડ ડેથ જાહેર કરવાની ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે કોરોના સંક્રમિત દર્દીના મોત માટે ન્યૂમોનીયા, કાર્ડિયાક ઇજા અને લોહી ગંઠાઇ જવાનું કારણ જવાબદાર હોય તેને કોવિડ-19 મૃત્યુ તરીકે નોંધવામાં આવશે. જયારે જે દર્દીમાં કોરોના લક્ષણો જોવા મળે છે પરંતુ મૃત્યુ પરિક્ષણ પરિણામો અનિર્ણિત હોય તેમને સંભવિત કોવિડ-19 મૃત્યુ તરીકે નોંધવામાં આવશે. જયારે જે દર્દી પહેલેથી જ ડાયાબીટીઝ, બ્લેડ પ્રેશર, અસ્થમા, હાર્ટ ડિસિઝ, ક્રોનિક બ્ર્રોન્કાઇટિસ જેવી બિમારીઓ સાથે કોરોના સંક્રમણ લઇને આવે છે અને કોરોના દર્દીના શરીરમાં રહેલી બિમારીઓને ખૂબ જ ગંભીર બનાવી દે છે જેનાથી દર્દીનું મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામેલા દર્દીના મોતને કો-મોર્બિડ મોત તરીકે નોંધવામાં આવે છે. અર્થાત આવા દર્દીઓના મોત માટે કોરોના એ મૂળ કારણ નથી. આમ આઇસીએમઆર દ્વારા કોવિડ-19 ડેથ અંગેની વિસ્તૃત વ્યાખ્યા અને ગાઇડલાઇન આપવામાં આવી છે.

હવે વાત રહી, કો-મોર્બિડ ડેથના આંકડા જાહેર કરવા કે નહીં આઇસીએમઆરની કોવિડ ડેથ અંગેની ગાઇડલાઇનમાં કોઇ જગ્યાએ એવો કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, કોવિડ ડેથ સિવાયના કો-મોર્બિડ ડેથના આંકડા જાહેર ન કરી શકાય. હા, તેને કોવિડ ડેથ તરિકે જાહેર ન કરી શકાય પરંતુ મોતનો આંકડો જ ન આપવો તેવો કોઇ ઉલ્લેખ આઇસીએમઆરની ગાઇડલાઇનમાં નથી. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ કહેતાં હોય કે, આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ આવા આંકડા અમે જાહેર કરી શકિએ નહીં. તે સત્ય નથી. લોકોમાં જયાં ત્યાં થી આવતી ખોટી માહિતી અને આંકડાઓ જાય તેનાં કરતાં સરકાર દ્વારા જ સાંચા આંકડાઓ જાહેર કરવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. તેનાથી લોકોમાં જાગૃતિ અને સમજદારી વધશે. લોકો ખોટાં પેનિકમાં નહીં આવે. પરંતુ સરકારને મોતના આંકડાથી હોબાળો મચવાનો ડર હોય તેવું જણાય રહ્યું છે.

- Advertisement -

પોંડિચેરી સ્થિત હેલ્થ સિસ્ટમ્સના સંશોધન કરતાં ટી.સુંદરરમન કહે છે કે, આ અંડર કાઉન્ટિગ ઘણીવાર ઇરાદા પૂર્વક અને મહામારીને નાથવામાં સફળતા મળી છે તેવું દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. વાસ્તવમાં આ એક મોટી સમસ્યા છે. કારણ કે, મૃત્યુદરને દબાવવાથી લોકોમાં સાવધાની ની માત્રા ઓછી થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular