Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગ્રેઇન માર્કેટમાં થયેલી સોપારી ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં થયેલી સોપારી ચોરીનો ભેદ ઉકેલાયો

સપ્તાહ પૂર્વે 50 કિલો સોપારીની ચોરી : રાજકોટના શખ્સની ચોરાઉ સોપારી અને રીક્ષા સાથે ધરપકડ : 71 હજારનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી કોઇ તસ્કરોએ 21 હજારની કિંમતની 50 કિલો સોપારીના બે બાચકાની ઉઠાંતરી કરી ગયાની સોપારીના વેપારી દ્વારા પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે 50 કિલો સોપારી અને રીક્ષા સહિત શખસને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગે મળતી વિગત અનુસાર જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને સોપારીનું વેપાર કરતાં મનીષ અમૃતલાલ પરમાર નામના વેપારીએ પોતાના ધંધા માટે 50 કિલો સોપારીના બે બાચકાની ખરીદી કરી હતી. ત્યારે ગત્ તા.20 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ત્રણ દરવાજા નજીક એપી દોશી એજન્સીની દુકાન બહાર રોડ પરથી તસ્કરો રૂા.21,000ની કિંમતની બે બાચકા સોપારીની ઉઠાંતરી કરી ગયા હતાં. આ અંગે મનીષભાઇ દ્વારા જામનગર સીટી બી ડિવિઝનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

તેના આધારે આ ચોરી અંગેની પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોર પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રાજકોટ તરફના માર્ગ પરથી જીજે-03-બીએકસ-0171 નંબરની સીએનજી રીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.21 હજારની કિંમતની 50 કિલો ચોરાઉ સોપારી મળી આવતા પોલીસે ઈસ્માઇલ હારુન લોરુ નામના શખ્સની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular