Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતને મળી આવક અને આગવી ઓળખ

અદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતને મળી આવક અને આગવી ઓળખ

ડ્રેગન ફૂટ પકવતી મહિલા ખેડૂતની પ્રેરણાદાયી કહાની!

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે આજે મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ સમી ખેડૂતની વાત કરવી છે. ગરવા ગુજરાતની ગીતાબેને ખેતીવાડીમાં એવું કાઠુ કાઢ્યું છે કે તેની વાત સાંભળીને લોકો અચરજ પામે છે. મુન્દ્રાના માંગરાની રહીશ ગીતાબેન વિચિત્ર ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. આજે આપણા બજારોમાં ડ્રેગન ફ્રુટ સરળતાથી મળી રહે છે તે ગીતાબેન જેવા ખેડૂતોને કારણે શક્ય બન્યું છે. અદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતોને તાલીમ અને તકનીકી સહાયના પરિણામે મહિલાઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે.

- Advertisement -

મૂળ અમેરિકન ફળ ગુજરાતમાં પકવવા ગીતાબેને આકરી મહેનત કરી છે. નવાઈની વાત એ નથી કે મુન્દ્રા જેવા અંતરિયાળ વિસ્તારમાં તેઓ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરે છે! પરંતુ તેઓ એવી અનેક મહિલા ખેડૂતોમાંની એક છે જેઓ અદાણી ફાઉન્ડેશનની સહાયને કારણે સફળતાના પરચમ લહેરાવી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન ભારતમાં 25000 એકરથી વધુ ખેતીલાયક જમીનમાં 17000+ ખેડૂતો સાથે કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન જૈવિક ખાતર અને ઓર્ગેનિક જંતુનાશકોના ઉપયોગ માટે જનજાગૃતિ ફેલાવી રહ્યું છે.

30 વર્ષ પહેલા ગીતાબેનના લગ્ન એક ખેડૂત પરિવારમાં થયા હતા, પરંતુ 2018માં તેમના પતિ ભરત જેઠવા (મુન્દ્રામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર પ્રથમ ખેડૂત)નું અવસાન થયું. તેમના માથે કૌટુંબિક જવાબદારીઓનો ભાર આવી પડ્યો. જોકે અડગ મનના ગીતાબેન હિંમત ન હાર્યા, અને ચારેય બાળકોને ઉછેરવાનું બીડુ ઝડપ્યું.

- Advertisement -

ગીતાબેન જણાવે છે કે “એ સમય મારા માટે કરો યા મરો જેવો હતો કારણ કે મારી પાસે 4 એકર જમીનમાં ખેતી કરવા સિવાય કોઈ વિકલ્પ નહતો. મેં મોસમી ફળો અને શાકભાજીની ખેતીથી શરૂઆત કરી. ત્યારે ગામમાં અદાણી ફાઉન્ડેશનના દ્વારા ચાલાવાતી કુદરતી ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો અને મારું જીવન બદલાઈ ગયું.”

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનિક ખાતર થકી પ્રાકૃતિક ખેતી માટેની સરળ તકનીકો અંગે તાલીમ આપવામાં આવે છે. ગીતાબેનની સફળતાના કારણે ગામની અનેક મહિલાઓને પ્રેરણા મળી છે. એટલું જ નહીં તેમના સંતાનો પણ માતાના પગલે ચાલવા ઉત્સુક છે.

- Advertisement -

મહિલા ખેડૂત પ્રગતિબેન ઉત્સાહભેર જણાવે છે કે, “અદાણી ફાઉન્ડેશન ખેડૂતોની કુશળતાને અપગ્રેડ કરવા અને તેમને ઓર્ગેનિક તકનીકોથી સુસજ્જ કરવા સહયોગ કરે છે. જેના પરિણામે આવકની સાથોસાથ ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ પણ થઈ રહ્યું છે.”

તે ઉમેરે છે કે “ભારતમાં મહિલા ખેડૂતો વાવણીથી લઈને લણણી સુધી ખેતીકામમાં વ્યસ્ત રહે છે, તેમ છતાં પુરૂષોની સમકક્ષ નથી. કૃષિ ક્ષેત્રે વૃદ્ધિને વેગ આપવા જાતિભેદ બંધ થવો જરૂરી છે. અદાણી ફાઉન્ડેશનને કારણે લોકો મહિલા ખેડૂતોને ઓળખતા થયા છે. 40% ઉપજની સાથે અમારી આવક વધી છે. “

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular