Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસગાઈ થતી ન હોય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સગાઈ થતી ન હોય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

લાલપુરના રીંજપર વાડી વિસ્તારનો બનાવ : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાનામાં યુવાને સગાઈ થતી ન હોય જિંદગીથી કંટાળી જઇ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર વાડી વિસ્તારમા રહેતા અને ખેતીકામ કરતા વજશીભાઈ ઉકાભાઇ બેલા (ઉ.વ.35)ને દારૂ પીવાની ટેવ હોય અને સગાઈ થતી ન હોય તેના કારણે ઘણા દિવસથી ગુમસુમ રહેતાં હતાં અને પોતાની બીમારીની પણ દવા ચાલુ હોય ગઈકાલે જિંદગીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે ખીમાભાઈ બેલા દ્વારા જાણ કરાતા હેકો એન.પી.વસરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular