મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને તેના પરિવાર દ્વારા એન્ટીક અને કોતરણી વાળી વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતા છે, અને વર્ષોથી તેઓ વર્લ્ડ વાઇસ આ પેનની નિકાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગણપતિ ની પ્રતિકૃતિ વાળી પેન ખૂબ જ વખણાઇ અને વેચાઇ હતી.
જેને ધ્યાને લઈ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ચળવળમાં અગ્ર રહેલા રામભદ્ર આચાર્ય ને ભેટ આપવા માટે એક ગુજરાતી એવા રાવલજી ને વિચાર આવ્યો હતો, અને તેઓ અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન કાર્ય સાથે સંકળાયેલ હોય અને રામ મંદિર ની ચળવળ માં ભૂમિકા હતી, તેવા આચાર્ય રામભદ્ર માટે મંદિરની પ્રતિકૃતિ જેવી અદભુત કોતરણી વાળી રામ અને હનુમાન ના સંગમ સમી પેન આપવાનો વિચાર એક વર્ષ પહેલાં તેમને આવ્યો હતો.
અને તે વિચારને તેમણે જેમીની નામથી આવી પેનો બનાવવા માટે જાણીતા એવા હિરેન કનખરાનો સંપર્ક સાધેલો હતો. અને આ વાતને ચેલેન્જ રૂપે સ્વીકારી હિરેન કનખરા એ મંદિરના ડિઝાઇનર, મૂર્તિ બનાવનાર,પ્રતિકૃતિ ના જાણકારો વગેરેનો સંપર્ક સાધ્યો હતો, અને 350 મીટરના સ્ટેજ ઉપર રચાયેલા રામ મંદિર ની માહિતીનું અધ્યયન કરી અને પેન બનાવવાનું ચાલુ કરેલું હતું.
આ પેન ની ખાસિયત જોઈએ તો તેમાં રામ અને હનુમાનજી ના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને ધ્યાન રાખી ને તે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અને તેમાં પેન ઉપર કોતરણી કરી અને મંદિરની પ્રતિકૃતિ અને રામલલાની મૂર્તિની પ્રતિકૃતિ જેવી અદલ જ પેન બનાવવામાં આવી છે.
આ ’મેગના કાર્ટ’ પેન હિરેનભાઈ દ્વારા જ અયોધ્યા રામ મંદિરના આચાર્ય રામભદ્ર ને તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે. જોકે રાવલજી દ્વારા આ પેન નો ઓર્ડર ચાર્જ સાથે આપવામાં આવેલ હતો, પરંતુ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બંધાઈ રહ્યું છે, તેની ખુશી સમગ્ર ભારત વર્ષને ગર્વ છે, ત્યારે હિરેનભાઈ એ પણ આ પેનના રૂપિયા ન લેવાનું નક્કી કરી અને એક લાખ નેવું હજારની પેન ભેટ તરીકે અયોધ્યા પહોંચાડશે, અને સાથે રામ નામ લખેલ માળા પણ સાથે આપશે. ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં બ્રાસ સીટી તરીકે જાણીતા એવા જામનગરની પણ એક પ્રતિકૃતિ પૂરા ભક્તિ ભાવ સાથે અયોધ્યા મંદિર પહોંચશે. જે જામનગર અને હાલાર માટે ગૌરવની વાત છે.