પોપટલાલ ધારશી બોર્ડિંગ (સંમેતશિખર) દેરાસરમાં ભક્તિ સંગીત તથા પાલભક્તિનું પણ આયોજન
જામનગર ગઇકાલે શહેરના વિવિધ જિનાલયોમાં ફાગણ સુદ 13ની ‘છ ગાઉ’ યાત્રા વર્ષમાં એક જ વખત પાલિતાણામાં આદિનાથદાદાના દરબારમાં સિધ્ધાચલ તિર્થ યાત્રા યોજાઇ છે. પરંતુ પાલિતાણા ન જઇ શકનારા લોકો માટે શહેરના પોપટલાલ ધારશી બોર્ડિંગ (સંમેતશિખર) દેરાસરના પટાંગણમાં આવેલ ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય લબ્ધિસુરિશ્ર્વરજી મ.સા. આદી ઠાણા અહીં પધારી ભાવયાત્રા કરાવી હતી. આ ભાવયાત્રામાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ જિનાલયના પટાંગણમાં શત્રુંજ્ય તિર્થની આબેહુબ પ્રતિકૃતિ કરવામાં આવી છે. જ્યાં લોકોએ ખમાસણા, વિધિ કરી ધન્યતા અનુભવી હતી. જેમાં ગીત-સંગીત વિક્રમભાઇ એન્ડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવયાત્રા પૂર્ણ થયા બાદ પાલની વ્યવસ્થા પણ આ પટાંગણમાં રાખવામાં આવી હતી. પાલિતાણામાં છ’ગાઉની જાત્રા પૂર્ણ કર્યા બાદ પાલની વ્યવસ્થા રાખવામાં આવે છે તે રીતે અહીં પાલમાં ફ્રુટ, થેપલા, દહીં વગેરેની પ્રસાદી રાખવામાં આવી હતી. જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ ઉપરાંત શહેર બીજા અનેક જિનાલયોમાં ભાવયાત્રા તથા નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું.