- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ વિસ્તારમાં આવેલા દરિયામાં નિયમ મુજબ તંત્ર પાસેથી દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર આઈ.એન.ડી. જી.જે. 37 એમ.ઓ. 2938 નંબરની “ખ્વાજા કી નિગાહે કરમ” નામની બોટ મારફતે માછીમારી કરવા ગયેલા હર્ષદ બંદર ખાતે રહેતા નાઝીર દાઉદ પટેલિયા નામના 33 વર્ષના માછીમાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
ફિશીંગ બોટના લાયસન્સના નિયમનો ભંગ કરવા બદલ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે નાજીર પટેલિયા સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ (સુધારા) વટહુકમની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
- Advertisement -