Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતGPSCની મદદનીશ ઇજનેરની પરીક્ષા મોકૂફ

GPSCની મદદનીશ ઇજનેરની પરીક્ષા મોકૂફ

જીપીએસી દ્વારા આગામી 26મી માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રદ્દ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી. આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ પરીક્ષા રદ્દ થવાની માહિતી મુકવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 26 માર્ચે મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ 2ની પ્રાથમિક કસોટી લેવાનાર હતી જે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. જો કે આ પરીક્ષા ક્યાં કારણોથી મુલત્વી રાખવામાં આવી છે તે અંગે જીપીએસી દ્વારા જણાવવામાં આવ્યુ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular