જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 14 પોલીસકર્મીઓને બઢતી આપવામાં આવતા પોલીસકર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ નવલસિંહ પરમારને સિટી બી ડીવીઝન, હિતેશ ખોડુભાઇ ચાવડાને બેડી મરીન, બળવંતસિંહ જીતુભા પરમારને રાજ્યના આઈબી ખાતે હાલ અમદાવાદ રીજીયનમાં સંજયસિંહ ગોવુભા જાડેજાને સિટી બી, જયેશદાન કશુદાન ગઢવીને સિટી એ ડીવીઝન, નાનજી તરશીભાઈ અઘેરાને એલસીબી, કરણસિંહ ગોપાલસિંહ જાડેજાને પેરોલ ફર્લો સ્કવોર્ડ, મગન હરજીભાઇ ચંદ્રપાલને સિટી સી માં, વિજય છગનલાલ હળવદિયાને પોલીસ હેડકવાર્ટર ખાતે, શ્રીકાંત સુનિલ દાતણિયાને શેઠવડાળા, મુકેશસિંહ જીલુભા રાણાને સિટી બી ડીવીઝન, મોહનભાઈ નરવતભાઇ બારીયાને રાજ્યના આઈબી માં હાલ ગોધરા રીજીયન તથા આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરુભા ગોવુભા ચૌહાણને પોલીસ હેડકવાર્ટર ખાતે, લખધીરસિંહ માવુભા જાડેજાને પેરોલ ફર્લો સ્કવોર્ડ ખાતે આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર તરીકે બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં આનંદ ફેલાઈ ગયો હતો.


