જામનગરના આંગણે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં હોલી રસિયા પ્રસિધ્ધ કૃષ્ણ લીલા પ્રસ્તુતિઓ સાથે ફુલ-ફાલગ ઉત્સવનું આયોજન શહેરના કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ બરોડા મોટી હવેલીના શ્રી વ્રજરાજકુમારજી મહોદયના આશિર્વચનનો લાભ લીધો હતો. પૂજય મહોદય દ્વારા વૈષ્ણવોને હોલી રસિયા અને ફુલફાગ તેમજ કૃષ્ણ લીલાઓની પ્રસ્તુતીનો સુંદર લાભ મળ્યો હતો. આ તકે વૈષ્ણવ યુગ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને વૈષ્ણવો ઉપસ્થિત રહ્યાં હતાં.


