સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2023 માં કુચીપુડી નૃત્યની સ્પર્ધક મૈત્રી પ્રકાશભાઇ જોશીએ 6 થી 14 વય જૂથમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને જામનગરનું ગૌરવ વધાર્યુ હતું. આ અગાઉ પણ જિલ્લા કલા મહાકુંભ મહોત્સવ 2020 રાજકોટમાં પણ તેણીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ જામનગરના આ સીતારાએ બ્રહ્મ સમાજનું તેમજ નવાનગરનું અને શાસ્ત્રી ત્ર્યંબકરામ હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.