પૂર્વેત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતદાન બાદ સોમવારે સાંજે આવેલા એક્ઝિટ પોલમાં ત્રિપુરામાં ભાજપ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન છે. મેઘાલયમાં કોઈ પણ પક્ષને બહુમત મળવાનો અંદાજ નથી. તો નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનથી સત્તામાં ફરી પાછી આવવાનું અનુમાન લગાવાયું છે. સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે લગભગ 7 વાગે ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા, જી ન્યૂઝ-મેટ્રાઈસ અને ન્યૂઝ-18-સી વોટર્સને એક્ઝિટ પોલ જાહેર કર્યા.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે. ભાજપને 36થી 45, લેફ્ટ પાર્ટિયોને 6થી 11 અને ટીએમસીને 9થી 16 બેઠકો મળવાનું અનુમાન છે. પ્રથમવાર ચૂંટણી લડેલી તિપરા મોથા પાર્ટીને લગભગ 20 ટકા મતો મળવાનું અનુમાન છે. ભાજપને 45 ટકા મતો મળી શકે છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ મેઘાલયમાં ગઙઙ ને 18થી 25, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે. ઝી ન્યૂઝ-મેટ્રાઈસના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 6થી 11, ગઙઙ ને 2થી 21, ઝખઈ ને 8થી 13, કોંગ્રેસને 3થી 6 બેઠકો, અપક્ષને 10થી 19 બેઠકો મળવાનું અનુમાન છે, એટલે કે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં. નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 35થી 43, ગઙઋ ને 2થી 5, ગઙઙ ને 0થી 1, કોંગ્રેસને 1થી 3 અને અપક્ષોને 6થી 11 બેઠકો મળવાનું અનુમાન છે. નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે.
આ બંને રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે મતદાન પહેલા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
નાગાલેન્ડના 16 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો માટે મતદાન યોજાયું હતું. બીજી તરફ 10 ફેબ્રુઆરીએ અકુલુતો મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ખેકાશે સુમીએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ ભાજપના ઉમેદવાર કજેતો કિનિમી બિનહરીફ ચૂંટાયા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી વી.શશાંક શેખરે કહ્યું કે, રાજ્યમાં કુલ 13 લાખ મતદારો છે. 59 બેઠકો માટે 2,315 મતદાન મથકો પર મતદાન થયું હતું. 183 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 4 મહિલા અને 19 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.