ઉત્તર રેલવે સ્થિત દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને જતી ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, 03 માર્ચ, 2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફર નગર અને દેવબંદ સ્ટેશનનો સમાવેશ થાય છે.
રેલવે તંત્રએ મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.