ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરુ થઇ રહ્યું છે. જેના ભાગરુપે 80-જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમતભાઇ ખવા ગાંધીનગર ખાતે બજેટ સત્રમાં ઉપસ્થિત રહેશે. આથી તેઓ કાર્યાલય ખાતે મળી શકશે નહીં. મહત્વનું છે કે, પ્રથમ વખત ધારાસભ્ય બનેલ હેમતભાઇ ખવા દ્વારા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ કરી લોકોની સમસ્યા અને જે તે ગામડાંની પરિસ્થિતિ પારખી હતી.
ધારાસભ્ય હેમતભાઇ ખવા જામજોધપુર, લાલપુર પંથકની વિવિધ સમસ્યાઓને ન્યાય મળે તે માટે સતત એક્ટિવ મોડમાં કામ કરી રહ્યા છે. તેઓએ લાલપુર, જામજોધપુર પંથકમાં નવા ડેમ બનાવવા અને કાચી કેનાલને સિમેન્ટથી મઢી પાકી બનાવવા ઉપરાંત રેફરલ હોસ્પિટલ બનાવવા અને પંથકના ખરાબ રોડ રસ્તાનું નવિનિકરણ, યુવાનો માટે સ્પોર્ટસ કોમ્પ્લેકસનું નિર્માણ કરવા સહિતના 50 જેટલા પ્રશ્ર્નો અંગે અગાઉ રજૂઆત કરી છે.
વિધાનસભાના ફલોર પર મૂકેલા આ પ્રશ્ર્નોની ચર્ચાને પગલે ધારાસભ્ય હેમતભાઇ ખવા વિધાનસભા સત્ર દરમિયાન ગાંધીનગર હાજર રહેશે. આથી પોતાના મત વિસ્તારમાં કાર્યાલયે આગામી તા. 24 ફેબ્રુ.થી 29 માર્ચ દરમિયાન પ્રજાને મળશે નહીં. જ્યારે જામજોધપુર કાર્યાલય મો. 9726710403 અને લાલપુર કાર્યાલય મો. 95379 10403 રાબેતા મુજબ ચાલુ રહેશે. જેનો સંપર્ક કરવા ધારાસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.


