જામનગર સિટી એ પોલીસે ચોરીના કેસમાં રૂા.1 લાખની કિંમતના સોનાના ચેઈનના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી એ ડીવીઝનમાં નોંધાયેલ સોનાના ચેઈનના કેસની મહિલા આરોપી સોના-ચાંદીની દુકાનો પાસે આંટાફેરા કરતી હોવાની સર્વેલન્સ સ્ટાફના પો.કો. રવિભાઈ શર્મા, રવિરાજસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા તથા પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા હંસા રમેશ પરમાર નામની મહિલાને ઝડપી લીધી હતી અને 22.175 ગ્રામ વજનનો રૂા.1 લાખની કિંમતનો સોનાનો ચેઇન કબ્જે કર્યો હતો.


