Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરટોયોટા ઇનોવા હાઇક્રોસનું જામનગરમાં લોન્ચીંગ

ટોયોટા ઇનોવા હાઇક્રોસનું જામનગરમાં લોન્ચીંગ

સમગ્ર વિશ્ર્વમાં જાણીતી ટોયોટા કંપનીએ તા. 3ના રોજ જામનગર શોરૂમ ખાતે ઇનોવા હાઇક્રોસનું અનવેલિંગ જામનગર ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોકુલ ગ્રુપના એમડી અને ધીર ટોયોટાના એમડી અક્ષિતભાઇ મિલનભાઇ પોબારુ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ જામનગરના ડોકટરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ટોયોટા કંપનીની આ ઇનોવા હાઇક્રોસની ટેકનોલોજી જોઇને તમામ લોકો પ્રભાવિત થયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ધીર ટોયોટાના જનરલ મેનેજર જયદીપભાઇ મકવાણાના નેતૃત્વ હેઠળ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular