ભાણવડમાં આવેલી બીએસએનએલ કચેરી કમ્પાઉન્ડમાંથી ગત સપ્તાહ દરમિયાન કેબલ વાયર સહિતના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ ફરિયાદ નોંધાય છે.
ભાણવડના રામેશ્ર્વર પ્લોટ વિસ્તારમાં આવેલી બીએસએનએલ ઓફિસ તેમજ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાંથી ગત તારીખ 25 જાન્યુઆરીથી તારીખ 28 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશી અને જુદા જુદા સ્થળેથી કુલ રૂપિયા 28,000ની કિંમતના જુદા-જુદા તાંબાના કેબલ વાયર તેમજ બંધ હાલતમાં રહેલી જૂની સબમર્સીબલ મોટર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.