વિશ્વમાં કોરોના બાદના ત્રીજા પર્વમાં મંદીના સંકેત તથા યુક્રેન-રશિયા યુદ્ધ સહિતની વિશ્વના વ્યાપાર-ઉદ્યોગ તથા પુરવઠા સહિતની સ્થિતિ પર પડી શકતી અસરથી ભારત પણ મુક્ત રહી શકશે નહી. આજે સંસદમાં રજૂ થયેલા 2022/23 ખર્ચના આર્થિક સર્વેમાં આ સંકેત સાથે છતા વિશ્વમાં ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી પ્રગતિ સાથે 6.5%નો વિકાસ દર હાંસલ કરે તેવો સંકેત આપવામાં આવ્યો છે. જો કે તેમ છતાં આ વિકાસદર છેલ્લા ત્રણ વર્ષની સૌથી ધીમો હશે.
સંસદના આજથી શરૂ થયેલા બજેટ સત્રના પ્રથમ દિવસે જ નાણામંત્રી નિર્મલા સીતારામને આગામી સમયમાં સર્જનારા આર્થિક પડકારો રોઈટર્સના રિપોર્ટ મુજબ 2023/24ના વર્ષમાં જીડીપી-6 થી 6.8% રહેવાનો અંદાજ છે. આ સાથે 2022/23ના વર્ષમાં મોંઘવારીએ રિઝર્વ બેન્ક અને સરકાર બન્નેના અંદાજથી વધુ રહી હોવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. સૌથી વધુ મોંઘવારી એપ્રિલ-2022માં 7.79% જોવા મળી રહી છે. આર્થિક સર્વેના આંકડા પરથી દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને પ્રગતિ સહિતના મુદાઓ પર અંદાજ પણ મૂકવામાં આવે છે.