જામજોધપુરમાં અક્ષર સ્વામી ભગવત ચરણદાસજીની સ્મૃતિમાં પ.પૂ. સદ્ગુરુ ચરણદાસજીની સ્મૃતિમાં પ.પૂ. સદ્ગુરુ નિત્યસ્વરુપદાસજી સ્વામીને આંગણે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.આ મહોત્સવના પ્રારંભમાં રાધારમણદાસજી તેમજ કોઠારી સ્વામી જગત પ્રસાદજીના સાનિધ્યમાં કરવામાં આવતાં પ્રારંભમાં જલારામ મંદિરેથી શોભાયાત્રા નિકળી હતી. જે શહેરમાં મુખ્ય માર્ગો પરથી નિકળી કથા સ્થળે પહોંચી હતી. આ શોભાયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો-મહંતો, દેશ-વિદેશથી પધારેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ શોભાયાત્રામાં પૂર્વમંત્રી ચિમનભાઇ શાપરીયા, વેપારી અગ્રણી નરેન્દ્રભાઇ કડીવાર, સિદસર ઉમિયાધામ ટ્રસ્ટી કૌશિક રાબડીયા, અમેરીકા સ્થિત ખેરાજભાઇ ખાંટ, અગ્રણી ચેતનભાઇ કડીવાર, જયસુખભાઇ વડાલીયા, વેપારી અગ્રણી પ્રભુદાસભાઇ સુતરીયા, ચિરાગ દેલવાડીયા, જિલ્લા પંચાયત ચેરમેન લાલજી સુતરીયા, સોના-ચાંદીના અગ્રણી વેપારી ભીખુભાઇ કવૈયા, સંજયભાઇ રાણીંગા, પટેલ સમાજ પ્રમુખ હિરેન ખાંટ સહિત વિવિધ જ્ઞાતિના આગેવાનો સામાજિક સંસ્થાના વડાઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતાં. શોભાયાત્રા બાદ કથાનું દિપ પ્રાગટય કરીને કથાનો પ્રારંભ કરાયો હતો.