Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનહીં ભૂલાય ‘બાપુ’નું બલિદાન...

નહીં ભૂલાય ‘બાપુ’નું બલિદાન…

- Advertisement -

30 જાન્યુઆરી 1948 આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. આજે બાપુની 75મી પુણ્યતિથિ છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જ્યારે મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી હતી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા તે હતા ’હે રામ’. તેમને 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના ઊંડા વિચારોને યાદ કરું છું. દેશની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમના બલિદાનને ક્યારેય ભૂલવામાં આવશે નહીં અને વિકસિત ભારત માટે કામ કરવાના અમારા સંકલ્પને મજબૂત કરતા રહીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular