Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઢીચડામાં શ્રમિક યુવાને દવા ગટગટાવી

જામનગરના ઢીચડામાં શ્રમિક યુવાને દવા ગટગટાવી

સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મૃત્યુ : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ : ન્યુ આરામ કોલોનીના મહિલાનું બીમારી સબબ મોત : હર્ષદમીલની ચાલી વિસ્તારમાં હૃદયરોગના હુમલાથી વૃધ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર નજીક ઢીચડા ગામના પાડાવાસમાં રહેતાં અને મજૂરીકામ કરતા યુવાને રવિવારે સાંજના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના ન્યુ આરામ કોલોનીમાં રહેતાં મહિલાની તબિયત લથડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગરના હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતાં વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા ઢીચડા ગામના પાડાવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા દિનેશભાઈ બાબુલાલ રોશીયા (ઉ.વ.45) નામના યુવાને રવિવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા બાબુલાલ દ્વારા જાણ કરાતા કે.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરમાં ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતાં અશ્રુબેન વિરેનભાઇ કુબાવત (ઉ.વ.42) નામના મહિલાને ડાયાબિટીસ, થાઈરોડ અને બ્લડપ્રેશરની બીમારી આશરે છ વર્ષથી થઈ હતી અને બીમારી સબબ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ અંગે જસ્મીનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતાં કિશોરભાઈ ચંદુભાઈ કાલાવડિયા (ઉ.વ.60) નામના વૃદ્ધને બે વર્ષથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારી થઈ હતી. દરમિયાન રવિવારે સવારના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રવિભાઈ દ્વારા જાણ કરાતા હેકો એલ.કે. જાદવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular