Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધની આત્મહત્યા

જામનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધની આત્મહત્યા

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા વૃધ્ધે પથરીના દુખાવાથી કંટાળીને સીડીની ગ્રીલમાં દોરી વડે ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી સહજાનંદ સોસાયટી-રમાં રહેતા નિવૃત્ત દેવસીભાઇ પોપટભાઇ કપુરીયા (ઉ.વર્ષ 85) નામના વૃધ્ધને છેલ્લા 6 માસથી પથરીનો દુખાવો થતો હતો અને સારવાર કરાવવા છતાં તબિયમાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળીને 26મી જાન્યુઆરીના બપોરના સમયે તેના ઘરે સીડીની ગ્રીલમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર મનસુખભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. ડી.આર. કાંબરિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular