Friday, January 3, 2025
Homeરાજ્યહાલારજામજોધપુરના માલવડાનેશમાં પથ્થરની ખાણમાં લાખોની ગેરરીતિ

જામજોધપુરના માલવડાનેશમાં પથ્થરની ખાણમાં લાખોની ગેરરીતિ

રાજકોટ પીજીવીસીએલ વિજીલન્સ અને જામજોધપુર કાર્યપાલક ઈજનેરના નેજા હેઠળ ચેકિંગ : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજચેકિંગમાં 54.81 લાખનું બીલ ફટકાર્યુ : ટ્રાન્સફોર્મર અને વીજવાયર જપ્ત કરી ફરિયાદની તજવીજ

- Advertisement -

જામજોધપુર તાલુકાના માલવડાનેશ વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં રાજકોટ પીજીવીસીએલ વીજીલન્સ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત ટ્રાન્સફોર્મર જોડાણ મળી આવતા વીજીલન્સ ટીમ દ્વારા રૂા.54.81 લાખનું બીલ ફટકારી પોલીસ ફયિરાદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટ પીજીવીસીએલના વિજીલન્સ વિભાગ અને કાર્યપાલક ઈજનેર જામજોધપુરના નેજા હેઠળ જામનગર ડીવીઝનની ચાર ચેકિંગ સ્કવોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન જામજોધપુર તાલુકાના માલવડાનેશ વિસ્તારમાં આવેલી એક પથ્થરની ખાણમાં 11 કે.વી. લાઈનમાં ડાયરેકટ હુકીંગ કરી બિનઅધિકૃત ટ્રાન્સફોર્મર જોડાણ કરી ગેરરીતિ આચરતા હોવાનું બહાર આવતા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગમાં 37.770 કિ.વોટ લોડમાં બિનઅધિકૃત વીજ વપરાશ કરાતો હોવાનું ખુલતા વિજીલન્સની ટીમ દ્વારા ગેરરીતિમાં વપરાયેલ ટ્રાન્સફોર્મર અને વીજવાયરો જપ્ત કરી ખાણના આસામી થડાભાઇ નથુભાઈ વૈસ અને ભોજાભાઈ અમરાભાઈ વૈસ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂા.54.81 લાખનું પૂરવણી બિલ ફટકારી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular