કેરળમાં કોરોનાનો નવો એક વેરીયંટ સામે આવતા તંત્ર ત્યાં સતર્ક બન્યું છે. આ નવા વાયરસનું નામ છે, નોરો વાયરસ કેરળમાં નોરો વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ અંગે બધું ચિંતા કરવાની જરૂર નથી પરંતુ થોડી સાવધાની રાખવાની આવશ્ક્યતા છે. આ નોરો વાયરસની અસર બાળકોમાં વધારે જોવા મળે છે ત્યારે કેરળમાં નોધાયેલા નોરો વાયરસના બન્ને દર્દીઓની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
ફ્લુના લક્ષણો ધરાવતા આ વાયરસ પેટના ફ્લુ તરીકે પણ ઓળખાય છે. આ એક ખુબ ઝડપથી ફેલાતો ચેપી વાયરસ છે. આ વાયરસની અસર સીધી પાચનતંત્ર પર પડે છે. આ ચેપ લાગવાનું મુખ્ય લક્ષણ ઝાડા અને ઉલટી છે. આથી જ આ વાયરસને પેટના ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગે આ રોગનો ચેપ બાળકોમાં વધારે જોવા મળે છે. નોરોવાયરસ વાસી કે પડી રહેલા, જુના ખોરાકને આરોગવાથી થતો રોગ છે. એક રીસર્ચ અનુસાર, નોરો વાયરસના ઘણા પ્રકાર હોવાથી દરેક વ્યક્તિને ઘણી વખત નોરોવાયરસનું સંક્રમણ લાગી શકે છે. જો તમે નોરોવાયરસ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવો તો તમને આનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત, આ વાયરસથી વાસી કે પડી રહેલો ખોરાક ખાવાથી, ગંદકી ભરેલ જગ્યાએ સ્પર્શ કરવાથી હાથ મારફતે તે શરીરમાં પ્રવેશ કરે છે. નોરો વાયરસના સામાન્ય લક્ષણોમાં ઉલટી, ઝાડા, શરદી, પેટમાં ચૂંક આવવી, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુખાવો, નોરોવાયરસના મુખ્ય લક્ષણમાં ઝાડા અને ઉલટી થતી હોવાથી તે સૌથી પહેલા તો ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે.
શરીરમાં એનર્જી રહેતી નથી આથી આખો દિવસ થાકનો અનુભવ કે શરીરમાં દુખાવો રહે છે. બાળકો, વડીલો અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓચ્ચી હોય તેવા લોકોએ ખાસ જાળવીને રહેવું જોઈએ અનેસ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો આ વાયરસ હાથથી ફેલાતો હોવાથી વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખો, કે પછી સ્વચ્છ પાણીથી હાથ ધોવાનું રાખો., ખાસ કરીને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ, જમતા પહેલા, રસોઈ બનાવતા પહેલા, બહારથી આવીને સૌ પહેલા હાથ ધોવા જરૂરી., બહાર ક્યાય પણ કશું પણ ખાતા પહેલા કે ખાઈ લીધા બાદ પણ હાથને ચોખ્ખા કરો., ખાસ કરીને બહાર ખાતી વખતે જમવાનું ફ્રેશ હોય તેનું ખાસ ધ્યાન રાખો, ઘરે પણ ઠંડુ કે પડી રહેલું ખાવાનું ટાળો., ઘરમાં શાકભાજી કે ફળને લાવીને સૌ પહેલા બરાબર પાણીથી સાફ કરો., જો ઘરમાં કોઈને આનો ચેપ લાગે કે ઝાડા-ઉલટી થાય તો આખા ઘરને સેનેટાઈઝ કરો., નોરોવાયરસ માંથી રિકવર થયા બાદ પણ થોડો સમય ભીડમાં જવાનું કે લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. નાના બાળકો અને વૃદ્ધો કે સગર્ભાને ઇમ્યુનિટી વધે તેવો આહાર આપવો જોઈએ અને આ ઉપરાંત ગરમ અને પૌષ્ટિક આહાર લેવાનું રાખો, જે સાવચેતીના પગલા કોરોના સામે લીધા છે તે જ પગલા નોરોવાયરસ સામે લેવાથી તેના સંક્રમણથી બચી શકાય છે.