Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમોરાણા ગામ નજીકથી બિનવારસુ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરાણા ગામ નજીકથી બિનવારસુ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

કારમાંથી સ્થાનિક પોલીસે 396 બોટલ દારૂ અને મોબાઇલ કબ્જે કર્યો : કારની નંબર પ્લેટ બનાવટી હોવાનું ખૂલ્યું : કાર સહિત ચાર લાખનો મુદ્દામાલ કબ્જે : કારના સાચા નંબર મેળવવા અને માલિકની શોધખોળ માટે તપાસ

જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયા પાસેથી પોલીસે બોગસ નંબર પ્લેટ લગાડેલી વોકસવેગન કંપનીની વેન્ટો કારની તલાસી લેતા તેમાંથી જુદી જુદી કંપનીઓની રૂા.1,98,000 ની કિંમતની 396 બોટલ દારૂ મળી આવતા પોલીસે એક મોબાઇલ, દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂા.4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કારના સાચા નંબરના આધારે બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયા પાસે મધ્યરાત્રિના સમયે ચેકીંગ દરમિયાન પોલીસને જોઇ કારચાલક કાર મૂકીને અંધારામાં પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે જીજે-12-ડીએ-8990 નંબરના લગાડેલી પ્લેટ વાળી વેન્ટો કારની તલાસી લેતા કારમાંથી રૂા.1,98,000 ની કિંમતની જુદી જુદી બનાવટની દારૂની 396 બોટલ મળી આવી હતી તેમજ કારમાંથી રૂા.3000 ની કિંમતનો એક મોબાઇલ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી દારૂનો જથ્થો અને મોબાઇલ કબ્જે કરી આ નંબરના આધારે તપાસ હાથ ધરતાં વેન્ટોકારની નંબર પ્લેટ બોગસ હોવાનું જણાયું હતું અને આ કાર ઉપર ખોટી નંબર પ્લેટ લગાડી દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે રૂા.2 લાખની કિંમતી વેન્ટોકાર અને 396 બોટલ દારૂ તથા એક મોબાઇલ મળી કુલ રૂા.4,01,000 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ આરંભી કારમાલિક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular